મોરબીના મહેન્દ્રનગર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
તેરા તુજકો અર્પણ: વાંકાનેરમાં લોકોના 11 મોબાઈલ ફોન શોધી કાઢીને ડીવાયએસપીની હાજરીમાં પરત અપાયા
SHARE









તેરા તુજકો અર્પણ: વાંકાનેરમાં લોકોના 11 મોબાઈલ ફોન શોધી કાઢીને ડીવાયએસપીની હાજરીમાં પરત અપાયા
સમગ્ર રાજ્યની અંદર તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કેર પોર્ટલ નો ઉપયોગ કરીને લોકોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોનની અરજી લેવામાં આવે અને ત્યારબાદ તેનું સતત મોનિટરિંગ કરીને ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન પોલીસ દ્વારા શોધી આપવામાં આવતા હોય છે દરમિયાન વાંકાનેર સિટી અને વાંકાનેર તાલુકા વિસ્તારમાં જે અરજદારોના મોબાઈલ ફોન ખોવાઈ ગયા હોય કે ચોરાઇ ગયા હોય તેવા અરજદારો દ્વારા અરજીઓ આપવામાં આવી હતી તેના આધારે હિતેન્દ્રસિંહ ઝાલા અને હંસાબેન પાપોદરા દ્વારા કેર પોર્ટલ ઉપર સતત મોનિટરિંગ રાખીને જુદા જુદા વ્યક્તિના કુલ મળીને 11 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને 1,92,292 ની કિંમતના મોબાઈલ ફોન અરજદારોને પોલીસ મથકે બોલાવીને વાંકાનેર વિભાગના ડીવાયએસપી સમીર સારડા તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એ. જાડેજા અને તાલુકાના પીઆઈ બી.વી. પટેલ ના હસ્તે પરત આપવામાં આવ્યા હતા

