મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો


SHARE













મોરબીમાં વ્યાજખોરોના ત્રાસ થી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવાને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે 11 શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પકડાયેલ આરોપીએ તેના વકીલ મારફતે મોરબી કોર્ટમાં જામીન માટે અરજી મૂકી હતી જે જામીન અરજીને કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

હાલમાં વકીલ પાસેથી મળી રહેલ માહિતી મુજબ ગત તા. 11/4/25 ના રોજ જીગ્નેશભાઈ હરેશભાઇ મકવાણા એ મોરબી સીટી બી ડિવિઝન માં કુલ 11 ઈસમો સામે બી એન એસ કલમ 108 તથા ગુજરાત નાણાં ધીરધાર ની કલમ 40,42  અન્વયે ફરિયાદ આપેલી હતી કે ફરિયાદીના મોટા ભાઈ નિલેશભાઈ હરેશભાઇ મકવાણાએ હિતેશ માર્કેટીંગની ઓફિસે આરોપીના દબાણના કારણે જંતુનાસક દવા પી પોતે આપઘાત કર્યો હતો અને સુસાઇડ નોટના આધારે  પ્રકાશભાઈ મેપાભાઈ પીઠમાલ વિગેરે 11 ઈસમો વિરુદ્દ ફરિયાદ આપેલ હતી જેથી ફરિયાદ ના આધારે આરોપી પ્રકાશભાઈ મેપાભાઇ પીઠમલ ને પોલીસ અટક કરી કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કર્યો હતો આ આરોપીએ તેના વકીલ મયુર પી. પુજારા મારફતે સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના વકીલ ની દલીલ સાંભળી આરોપીને સરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે અને આ કેસમાં આરોપી પ્રકાશભાઈ મેપાભાઈ પીઠમલ તરફે મોરબીના વકીલ મયુર પુજારા રોકાયેલ હતા




Latest News