મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

સાવધાન: ટંકારાના ઘુનડા ગામે રહેતા યુવાનના વ્હોટ્સએપમાં આવેલ એપીકે ફાઇલ ઓપના કરતાની સાથે જ બેંક એકાઉન્ટમાંથી 12.50 લાખ ઉપડી ગયા !


SHARE

















સાવધાન: ટંકારાના ઘુનડા ગામે રહેતા યુવાનના વ્હોટ્સએપમાં આવેલ એપીકે ફાઇલ ઓપના કરતાની સાથે જ બેંક એકાઉન્ટમાંથી 12.50 લાખ ઉપડી ગયા !

ઓનલાઇન ફ્રોડના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે તેવામાં ટંકારાના ઘુનડા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનના મોબાઈલો ફોન ઉપર ઇન્ડસઇન્ડ બેંક ઇ-કેવાયસીના નામે એપીકે ફાઇલ આવી હતી જે ઓપન કરતાની સાથે જ યુવાનનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો ત્યારબાદ તેના બેન્ક એકાઉન્ટમાંથી 12.50 લાખ ઉપાડી લેવામાં આવેલ છે જેથી યુવાન સાથે છેતરપિંડી કરવામાં આવી હોય ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા બે મોબાઈલ નંબરના ધારકો તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

છેલ્લા ઘણા સમયથી લોકોના મોબાઇલ ફોન ઉપર જુદા જુદા નામે એપીકે ફાઇલ મોકલવામાં આવે અને ત્યારબાદ તેનો મોબાઇલ ફોન હેક કરીને તેના બેન્ક એકાઉન્ટના ખાતામાંથી યેનકેન પ્રકારે રૂપિયા કાઢી લેવામાં આવતા હોય છે તેવી ઘટનાઓ સામે આવી છે તેવામાં ટંકારા તાલુકાના ઘુનડા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા નીતિનભાઈ ઠાકરશીભાઈ કોટડીયા (48)એ મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 97531 08888 અને 81015 39408 ના ધારકો તેમજ તપાસમાં જેના નામ ખુલે તેની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે તેઓના મોબાઇલ ફોનની અંદર ખોટો મેસેજ કરીને તેની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે જેમાં ઇન્ડસઇન્ડ બેંકના ઈ-કેવાયસીના નામની એપીકે ફાઈલ તેઓના મોબાઇલ ફોન ઉપર આવી હતી અને વ્હોટ્સ એપ મારફતે મળેલ એપને ઓપન કરતાની સાથે જ તેઓના બેન્કના ખાતામાંથી તેની જાણ બહાર 12.50 લાખ રૂપિયા બારોબાર ઉપાડી લેવામાં આવેલ છે જેથી કરીને યુવાન દ્વારા મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ એન.એ. વસાવા ચલાવી રહ્યા છે.




Latest News