મોરબીના ઘૂળકોટ ગામે સ્વામિનારાયણ મંદિરમાં ગયેલ મહિલાને ત્રણ શખ્સોએ સોરીયાના હાથા વડે માર માર્યો
મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિકનું નિયમન કરાવતા કોન્સટેબલને દંપતીએ માર મારીને માથું ફાડી નાખ્યું !
SHARE
મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિકનું નિયમન કરાવતા કોન્સટેબલને દંપતીએ માર મારીને માથું ફાડી નાખ્યું !
મોરબીની વાવડી ચોકડી પાસે ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ પોતાની ટ્રાફિકના નિયમન માટેની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ટ્રાફિકનો ભંગ કરીને ડબલ સવારી બાઇક ઉપર આવેલ વાહનચાલકને ચલણ આપવાનું કહ્યું હતું જેથી દંપતિ ઉશ્કેરાઈ ગયું હતું અને ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ટ્રાફિક કોસ્ટેબલનો કાંઠલો પકડવામાં આવ્યો હતો જે છોડાવવા જતા સમયે ટ્રાફિક કોન્સ્ટેબલને ડાબા હાથની ત્રીજી આંગળીમાં ઈજા થઈ હતી તેમજ તેને મોઢા અને ગળાના ભાગે છુટા હાથે મારમાર્યો હતો અને મહિલાએ પકડી રાખતા તેના પતિએ ટ્રાફિક કોસ્ટેબલને માથામાં મોબાઈલ માર્યો હતો જેથી માથામાં ગંભીર ઇજા થવાથી પોલીસ કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દંપતિ સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા જીગ્નેશભાઈ પ્રવીણભાઈ લાંબા (31)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દર્શનભાઈ નવનીતભાઈ જાદવ તથા તેના પત્ની દિશાબેન દર્શનભાઈ જાદવ રહે. બંને નાનીવાવડી ગામ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓ મોરબીની વાવડી ચોકડી પાસે ટ્રાફિકના નિયમન માટેની પોતાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ડબલ સવારી બાઇક ઉપર ટ્રાફિકનો ભંગ કરીને દર્શનભાઈ અને તેના પત્ની ત્યાંથી નીકળ્યા હતા જેથી તેઓએ ચલણ આપવા માટે ફરિયાદીએ કહ્યું હતું માટે દંપતિ ઉશ્કેરાઈ ગયું હતું અને ફરિયાદી સાથે ગાળાગાળી કરી હતી અને તેનો કાંઠલો પકડ્યો હતો જે છોડાવવા જતા સમયે ફરિયાદીને ડાબા હાથની ત્રીજી આંગળીમાં ઈજા થયેલ હતી તેમજ તેને મોઢા અને ગળાના ભાગે છૂટા હાથે મારમારીને ઇજા કરવામાં આવી હતી આટલું જ નહીં પરંતુ આરોપી દિશાબેન દ્વારા ફરિયાદીને પકડી રાખવામાં આવતા તેના પતિ દ્વારા ફરિયાદીને ફોન માથામાં મારીને માથું ફાડી નાખવામાં આવ્યું હતું જેથી ઇજા પામેલા ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં દંપતી સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.