ટંકારાના લજાઈ ગામે માલિકીના પ્લોટમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની વાતમાં વૃદ્ધ અને તેની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી: બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ
SHARE









ટંકારાના લજાઈ ગામે માલિકીના પ્લોટમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની વાતમાં વૃદ્ધ અને તેની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી: બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ
ટંકારાના લજાઈ ગામે માલિકીના પ્લોટમાં મોબાઈલનો ટાવર ઉભો કરવા માટે જગ્યા ભાડે આપવામાં આવી છે જો કે, તે પ્લોટની બાજુમાં રહેતા લોકોને તે વાત ગમતી ન હોય તેના દ્વારા પ્લોટના માલિકના માતા-પિતાને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી તથા ધોકો અને ધારિયા લઈને આવીને “ટાવરનું કામ અમે કરવા દેશું નહીં અહીંયાથી જતા રહો તમને આ ધોકા અને ધાર્યા વડે મારીને આ જ જગ્યામાં દાટી દઇશ” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા આલાભાઇ દલાભાઈ ચાવડા (68) નામના વૃદ્ધે દિનેશભાઈ ભલાભાઇ સારેસા, ભલાભાઇ ગેલાભાઇ સારેસા, રતનબેન ભલાભાઇ સારેસા અને શારદાબેન દિનેશભાઈ સારેસા રહે. બધા લજાઈ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓના દીકરા પ્રેમજી આલાભાઇની માલિકીનો લજાઈ ગામમાં ધોબીઘાટની બાજુમાં પ્લોટ નંબર 949 આવેલ છે જેમાં માસિક 12,500 ના ભાડા ઉપર ઇન્ડસ ટાવર્સ કંપની લિમિટેડને મોબાઈલનો ટાવર ઉભો કરવા માટે આપેલ છે જો કે, આ પ્લોટની બાજુમાં રહેતા દિનેશભાઈ અને ભલાભાઇને તે વાત ગમતી ન હોવાથી દિનેશભાઈ, ભલાભાઇ, અજયભાઈ સારેસા, રમેશભાઈ સારેસા, રતનબેન સારેસા અને શારદાબેન સારેસાએ તેઓના ઘર પાસે ભેગા થયેલ હતા અને રતનબેન તથા શારદાબેને ફરિયાદી તથા સાહેદ ફરિયાદીના પત્ની જયાબેનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તેમજ દિનેશભાઈ સારેસા હાથમાં ધારિયું અને ભલાભાઇ ધોકો લઈને ફરિયાદી તથા સાહેદ પાસે આવ્યા હત આને કહ્યું હતું કે, “ટાવરનું કામ અમે કરવા દેશું નહીં અહીંયાથી જતા રહો તમને આ ધોકા અને ધારિયા વડે મારીને આ જ જગ્યામાં દાટી દઇશ” તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
