વાંકાનેર તાલુકામાં કલેક્ટરના જાહેરનામના ભંગ સબબ સુપરવાઇઝર, કોન્ટ્રાકટર અને કારખાનેદાર સામે ગુના નોંધાયા
SHARE
વાંકાનેર તાલુકામાં કલેક્ટરના જાહેરનામના ભંગ સબબ સુપરવાઇઝર, કોન્ટ્રાકટર અને કારખાનેદાર સામે ગુના નોંધાયા
વાંકાનેર તાલુકાની હદમાં આવેલ 6 જેટલા કારખાનમાં કામ કરતાં શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી સુપરવાઇઝર, કોન્ટ્રાકટર અને કારખાનેદાર આમ કુલ મળીને 6 વ્યક્તિની સામે કલેક્ટરના જાહેરનામનો ભંગ કર્યો હોવાનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
વાંકાનેર તાલુકાનાં રાતાવિરડા ગામની બાજુમાં આવેલ કલરનો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કોન્ટ્રાક્ટ રાખનાર વ્યક્તિ નીચે કામ કરતાં શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી હાલમાં કપિલકુમાર હસમુખભાઈ પંડ્યા (30) રહે. નેહરુ ગેટ બજાર લાઈન મોરબી, સન પાર્ક સીરામીક કારખાનામાં લેબર કોન્ટ્રાક્ટ રાખનાર વ્યક્તિ નીચે કામ કરતા શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી સાંજસમીર સાધુકરભાઈ પ્રધાન (33) રહે. વૃંદાવન વાટિકા સોસાયટી વાંકાનેર મૂળ રહે ઓરિસ્સા, મેસરિયા ગામ જતા રસ્તા ઉપર આવેલ સ્ટાર પેક ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડ કારખાનામાં કામ કરતા શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લીકેશનમાં આપવામાં આવેલ ન હોય તેના સુપરવાઇઝર સિકંદરભાઈ મોહમ્મદખાન મકરાણી (38) રહે. સ્ટાર પેક કારખાનામાં મેસરિયા, ઢુવા ચોકડીથી માટેલ જવાના રસ્તા ઉપર આવેલ અંજની માઇક્રોન નામના કારખાનામાં કામ કરતા શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી મુસ્તાકભાઈ અલીભાઈ સિપાઈ (31) રહે. કણકોટ તાલુકો વાંકાનેર, ઢુવા ચોકડી પાસે આવેલ ભવાની કાંટા નજીક નીલકંઠ મિનરલ કારખાનાના માલિકે તેને ત્યાં કામ કરતા શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરી ન હતી જેથી હાલમાં કારખાનેદાર ભાવેશભાઈ મનસુખભાઈ કગથરા (35) રહે. આલાપ રોડ બાલાજી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 401 મોરબી, ઢુવા ચોકડી પાસે આવેલ ભવાની કાંટા નજીક તેજ એન્જિનિયરિંગ નામના કારખાનાની અંદર કામ કરતા શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરી ન હતી જેથી કારખાનેદાર અંગદસીંહ ક્રીપાલસિંહ ક્ષત્રીય (53) રહે. પાવન પાર્ક શેરી નં-2 મોરબી વાળા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે