મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

હળવદમાં દાડમના ખેતરમાં ગાયો ચરાવવાની ના કહેતા યુવાનને બે માલધારીએ આપી મારી નાખવાની ધમકી, કારનો કાચ તોડી નાખ્યો


SHARE











હળવદમાં દાડમના ખેતરમાં ગાયો ચરાવવાની ના કહેતા યુવાનને બે માલધારીએ આપી મારી નાખવાની ધમકી, કારનો કાચ તોડી નાખ્યો

હળવદમાં શ્રીધર જીનની પાછળના ભાગમાં યુવાનોનું દાડમનું ખેતર આવેલ છે અને તે ખેતરની અંદર માલધારીએ તેની ગાયો ચરાવવા માટે મૂકી દીધી હતી જેની યુવાનના ખેતરમાં મજૂરી કામ કરતા મહિલાએ તેને ફોન કરીને જાણ કરી હતી જેથી યુવાન તેની કાર લઈને તાત્કાલિક ખેતરે ગયો હતો ત્યારે ખેતરમાં ગાયો ચતી હતી જેથી ગાયોને ચરાવી રહેલા બે શખ્સને ગાયો ચરાવવાની ના પડી હતી જેથી યુવાનનું ગળું પકડીને કાંઠલો પકડી લીધો હતો અને તેને ગાળો દેવામાં આવી હતી અને લાકડી વડે યુવાનની કારનો આગળનો કાચ તોડી નાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાળમાં મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ સોંડાભાઈ તારબુંદીયા (45) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધનજીભાઇ ઉર્ફ ધનો બલાભાઇ સોરીયા તથા સામંતભાઇ ઉર્ફ મોરલો માત્રાભાઇ સોરીયા રહે. બંને ખારી વાડી વિસ્તાર હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે ગઈકાલે બપોરે ચાર વાગ્યાના અરસામાં તેઓની વાડીએ કામ કરતાં મજુર નીતાબેનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે “વાડીમાં દાડમના ખેતરમાં ભરવાડો ગાય ચરાવે છે” જેથી ફરિયાદી તેની કાર લઈને તાત્કાલિક પોતાની વાડીએ ગયા હતા અને ત્યાં ધનજીભાઈ અને સામતભાઈ બંને દાડમના ખેતરમાં તેની ગાયો ચરાવતા હતા જેથી ગાયો ચરાવવાની ના પાડતા ધનજીભાઈએ ફરિયાદીનું ગળું અને કાંઠલો પકડી લીધો હતો અને ગાળો આપી હતી અને લાકડી વડે ફરિયાદીની કારનો આગળનો કાચ તોડી નાખ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News