મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારામાં રહેતા તલાટી મંત્રીને ભારતની હોટલ-રિસોર્ટમાં સુવિધા આપવાની લાલચ આપીને 50 હજારની છેતરપિંડી


SHARE









ટંકારામાં રહેતા તલાટી મંત્રીને ભારતની હોટલ-રિસોર્ટમાં સુવિધા આપવાની લાલચ આપીને 50 હજારની છેતરપિંડી

ટંકારામાં ઉગમણા નાકા પાસે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે રહેતા તલાટી મંત્રીને ભારતમાં પાંચ વર્ષ સુધીમાં 25 રાત્રી રોકાણ તથા જમવાની અને હોટલ રિસોર્ટની સુવિધા આપવાની લાલચ આપવામાં આવી હતી અને તેની પાસેથી 50,000 રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા ત્યારબાદ સુવિધા આપવામાં આવી નથી અને તેના પૈસા પરત આપવામાં આવ્યા નથી જેથી વિશ્વાસઘાત અને છેતરપિંડીની ભોગ બનેલ યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીક શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજકોટમાં રહેવાસી અને હાલમાં ટંકારામાં ઉગમણા નાકા પાસે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે રહેતા તલાટી મંત્રી રવિકુમાર કિશોરભાઈ ગોસાઈ (35)એ મોબાઈલ નંબર 6359151519, 9586600138 અને 18002680102 તેમજ કોટક મહીન્દ્રા બેન્ક ખાતા નં 9349478327 ના ધારકો અને તપાસમાં ખુલે તે તમામની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીએ હરીવન રિસોર્ટનું નામ આપીને ભારતમાં પાંચ વર્ષ સુધીમાં કુલ 25 રાત્રી રોકાણ કરતા જમવાની અને હોટલ તેમજ રિસોર્ટની સુવિધા આપવાના પેકેજની લાલચ આપી હતી અને ફરિયાદીને વિશ્વાસમાં લઈને ટેકનિકલ માધ્યમનો ઉપયોગ કરીને ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી 50 હજાર રૂપિયા કોટક મહિન્દ્રા બેન્કના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવીને મેળવી લીધા હતા અને ત્યારબાદ કોઈ સુવિધા આપવામાં આવેલ નથી અને નાણા પરત આપવામાં આવ્યા નથી જેથી ભોગ બનેલા યુવાન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News