મોરબી શહેર-તાલુકામાં આપઘાતના બે બનાવમાં બે યુવાનના મોત
SHARE








મોરબી શહેર-તાલુકામાં આપઘાતના બે બનાવમાં બે યુવાનના મોત
મોરબીના લાભનગરમાં રહેતા યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવારમા લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જયારે ઉટબેટ સામપર ગામે રહેતા યુવાને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગરમાં રહેતા મુન્નાભાઈ ઉર્ફે મનસુખભાઈ વાલજીભાઈ કગથરા (37)એ પોતે પોતાના ઘરે હતા ત્યારે રાત્રિના 12:15 વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એ.એમ.ઝાપડીયા ચલાવી રહ્યા છે
જ્યારે મોરબી તાલુકાના ઉટબેટ સામપર ગામે રહેતા વિશાલભાઈ શાંતિલાલ બદરખીયા (28) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ એમ.પી.ઝાલા ચલાવી રહ્યા છે
વરલી જુગાર
વાંકાનેરમાં સરતાનપર રોડ ઉપર વીહોત હોટલની પાછળના ભાગમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દીક્ષિતભાઈ રાયધનભાઈ સુરેલા (19) રહે. સરતાનપર વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 500 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.
