કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ નજીક કારખાનામાં દિવાલ માથે પડતા યુવાનનું મોત


SHARE













મોરબીના બેલા ગામ નજીક કારખાનામાં દિવાલ માથે પડતા યુવાનનું મોત

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ વિનાયક મિનરલ નામના કારખાનામાં દિવાલ માથે પડવાના કારણે યુવાનને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેને મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની સીમમાં આવેલ વિનાયક મિનરલ્સ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પપ્પુભાઈ કુલસિંહ બારેલા (35) નામનો યુવાન કારખાનામાં કામ કરતો હતો તે વખતે દીવાલ માથે પડવાના કારણે તેને ગંભીર ઇજા થયેલ હોવાથી 108 મારફતે તાત્કાલિક તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News