મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન 
Breaking news
Morbi Today

મોરબી :આબુ રોડ પર અકસ્માતે ઘવાયેલા રફાળેશ્વરના 36 વર્ષીય યુવાનનું સારવારમાં રાજકોટ ખાતે મોત


SHARE











મોરબી :આબુ રોડ પર અકસ્માતે ઘવાયેલા રફાળેશ્વરના 36 વર્ષીય યુવાનનું સારવારમાં રાજકોટ ખાતે મોત

મૂળ રફાળેશ્વર પણ પરિવારથી અલગ લાલપરના ફ્લેટમાં રહેતો અશોક રાઠોડને ગત 26મીએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો: પ્રાથમિક તપાસમાં પરિવારનું માનવું છે કે, કદાચ બાઈક સ્લીપ થયું હશે, જોકે તેની સાથે ફરવા કોણ કોણ મિત્રો ગયા હતા તેની જાણકારી આજદિન સુધી ન મળતા રહસ્ય ઘેરાયું

આબુ રોડ પર અકસ્માતે ઘવાયેલા મોરબીના રફાળેશ્વરના 36 વર્ષીય યુવાનનું સારવારમાં રાજકોટ ખાતે મોત થયું છે.મૂળ રફાળેશ્વર પણ પરિવારથી અલગ લાલપરના ફ્લેટમાં એકલા રહેતો અશોક રાઠોડને ગત 26/7 ના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

પ્રાથમિક તપાસમાં પરિવારનું માનવું છે કે, કદાચ બાઈક સ્લીપ થયું હશે, જોકે તેની સાથે ફરવા કોણ કોણ મિત્રો ગયા હતા ? તેની જાણકારી આજદિન સુધી ન મળતા રહસ્ય ઘેરાયું છે.

પોલીસને મળેલ પ્રથમ નોંધ મુજબ, અશોકભાઈ દલાભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 36, રહે.રફાળેશ્વર ગામ તા. જી. મોરબી) તારીખ 25 ના રોજ મોટરસાયકલ લઈને જતો હતો.ત્યારે સિરોહી આબુરોડ ઉપર અકસ્માત થતા ઈજા થઈ હતી.આ પછી તેને મોરબી લવાયો હતો. ત્યાં સારવાર અપાઈ હતી.પછી વધુ સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તા.26 /7 ના રોજ દાખલ કરવા આવ્યો હતો.સારવાર દરમિયાન તા.1/8 ના રોજ તેનું મૃત્યુ નીપજ્યું હતું.

પરિવારના જણાવ્યા મુજબ, અશોક લાદી ટાઇલ્સનું કામ કરતો. તેણી પત્ની રિસામણે છે. સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.લાલપર ફ્લેટમાં એકલો રહેતો હતો.વાત વાતમાં પરિવારને જાણવા મળેલ કે, તે મિત્રો સાથે આબુ ફરવા ગયો હતો.પણ બનાવ ખરેખર શું બન્યો હતો એ કોઈને ખબર નથી.

ક્યાં મિત્રો સાથે ગયો હતો એ પણ પરિવારને જાણ નથી.એ હોસ્પિટલમાં દાખલ થયો પછી કોઈ મિત્રો સામે આવ્યા નથી.જેથી બનાવની હકીકત ક્રોસ ચેકીંગ માટે આબુ પોલીસનો સંપર્ક રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા કરાયો છે.






Latest News