મોરબી, હળવદ અને વાંકાનેર વિસ્તારમાં દારૂની પાંચ રેડ: 44 જેટલી દારૂની નાની મોટી બોટલ સાથે આરોપીઓની ધરપકડ
SHARE
મોરબી, હળવદ અને વાંકાનેર વિસ્તારમાં દારૂની પાંચ રેડ: 44 જેટલી દારૂની નાની મોટી બોટલ સાથે આરોપીઓની ધરપકડ
મોરબી, હળવદ અને વાંકાનેર તાલુકામાં જુદી જુદી જગ્યા ઉપર દારૂની પાંચ રેડ કરવામાં આવી હતી તેમાં દારૂની નાની મોટી કુળ મળીને 44 જેટલી બોટલો કબજે કરવામાં આવી છે અને આરોપીઓની ધરપકડ કરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર ગાળા ગામના પાટીયા પાસે આવેલ બસસ્ટેશન નજીક થી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ મળીને 20 બોટલો મળી આવી હતી તેમજ પ્લાસ્ટિકના 85 ચપલા વળી આવ્યા હતા જેથી કરીને પોલીસે પુલ મળીને 69,050 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સાગરબાબુ ઓમસિંગ (25) રહે નવી ભાખરીવાસ એસબીઆઇ બેન્કની બાજુમાં સુરસાગર જોધપુર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
મોરબીમાં આવેલ સોઓરડી બારૈયા પાન વાળી શેરીમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવતા પોલીસે 5200 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી હિતેશભાઈ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રમેશભાઈ મુંધવા (30) રહે. શોભેશ્વર રોડ કુબેર ટોકીઝ પાછળ ઢાળ વિસ્તાર મોરબી વાળા ની ધરપકડ કરી હતી ને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જ્યારે મોરબીના જુના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની એક નાની બોટલ મળી આવતા પોલીસે 200 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી પિયુષભાઈ ગોપાલભાઈ મેરજા (28) રહે. સનાળા રોડ સ્કાય મોલ પાસે નારાયણનગર રુદ્ર અભિષેક એપાર્ટમેન્ટ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે
હળવદ તાલુકાના રહેતા નવઘણભાઈ સનુરા વાડીના શેઠે આવેલ વોકળામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો દોઢસો લીટર આથો તથા દારૂની નાની સાત બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે પુલ મળીને 4450 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી નવઘણ ભીમજીભાઈ સનુરા (22) રહે. જુના ઘાટીલા શક્તિ પ્લોટ માળિયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો થયો છે.
વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં અમરધામ પાસે રોડ ઉપરથી સ્કૂટર લઈને પસાર થઇ રહેલા શખ્સને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બાર બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 15,600 ની કિંમત નો દારૂ તથા વાહન મળીને કુલ 85,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી મહેશભાઈ ભોપાભાઈ ધરજીયા (30) રહે મુળ અમરાપર તાલુકો થાન હાલ રહે. ટોરિસ સિરામિક માટેલ ગામની સીમમાં વાંકાનેર વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે