મોરબી જિલ્લામાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા ગ્રુપ - બલ્ક એસ.એમ.એસ. પર પ્રતિબંધ
સમરસ પંચાયત: ટંકારા તાલુકાનાં મોટા ખીજડીયા ગામના સરપંચ પદે નયનાબા ઝાલા
SHARE









સમરસ પંચાયત: ટંકારા તાલુકાનાં મોટા ખીજડીયા ગામના સરપંચ પદે નયનાબા ઝાલા
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવતા મોટા ખીજડીયા ગામમાં ચૂંટણી ન યોજાઇ અને ગ્રામ પંચાયત સમરસ બને તે માટે ગામના આગેવાનો અને વડીલોએ પ્રયત્ન કરતાં હતા અને તેના ફળ સ્વરૂપે આ ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે અને મોટા ખીજડીયા ગામમાં આ વખતે સરપંચ તરીકે નયનાબા ઝાલાના નામની જાહેરાત કરવામાં આવી છે જેથી કરીને રાજપૂત સમાજ તેમજ રાજપૂત કરણી સેનાના મોરબી જીલ્લાના હોદેદારો તેમજ અગ્રણીઓએ તેઓને શુભેચ્છા પાઠવી છે
હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને દરેક ગામમાં સત્તાના સોગઠાં ગોઠવવામાં આવી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામના વડીલો સહિતનાઓએ મળીને ગામમાં એકતા જળવાઈ રહે તે માટે ગ્રામ પંચાયત સમરસ જાહેર કરી છે અને સરપંચ તરીકે મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલાના ભાભી અને રાજપૂત સમાજના આગેવાન જુવાનસિંહ ઝાલાના પત્નિ નયનાબાને જવાબદારી સોપવામાં આવી છે જુવાનસિંહ ઝાલાની ગામના વિકાસ માટેની જાગૃતતા જોઈને તેઓના પત્નીને સરપંચ તરીકે લેવા આવ્યા છે અને આગામી સમયમાં ગામમાં લોકોને સાથે રાખીને લોકોની સુખકારીમાં વધારો થાય તેવા કામ કરવાનો તેઓએ કોલ આપેલ છે
