મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના નવનિયુક્ત હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના નવનિયુક્ત હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ પાંખના હોદેદારોની નિમણૂક બાદ પ્રથમ મિટિંગ મળી હતી જેમાં નવનિયુક્ત હોદેદારોનો પરિચય તથા સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી બ્રહ્મદેવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં અને જય પરશુરામ , જય મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે જિલ્લાના સમસ્ત બ્રહ્મસમાજના તમામ હોદેદારોની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ તેમાં પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ભરતભાઇ ઓઝા, મહિલા પાંખના મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કિરણબેન ઠાકર , મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ , એડવોકેટ ભટ્ટસાહેબ એન એન ભટ્ટ, નરેન્દ્રભાઈ જોષી દ્વારા વિવિધ હોદેદારોની વરણી ને આવકારવામાં આવી હતી અને ભગવાન પરશુરામનો ખેશ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતુ.

આ તકે મોરબી તથા જિલ્લાના તમામ તાલુકાઓમાંથી અગ્રણીઓ , હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં. ઉપસ્થિત બ્રહ્મદેવો દ્વારા પોતાના મંતવ્યો તથા સૂચનો રજૂ કરવામાં આવેલ તેમજ આગામી દિવસોમાં આવનાર સરકારી નોકરીઓ માટની સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાબતે જરૂરી માર્ગદર્શન આપવા બાબતે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ બ્રહ્મસમાજના સર્વાંગી વિકાસ તેમજ સંગઠન , એકતા તથા અરસપરસ સહકાર આપવાની બાબતે અગ્રણીઓ દ્વારા વિશેષ મહત્વ આપેલ. મહાસભામાં ઉપસ્થિત તમામ બ્રહ્મદેવો દ્વારા ભગવાન પરશુરામદાદાની સમૂહ આરતી ઉતારી બ્રહ્મભોજન કરવામાં આવ્યું હતુ.




Latest News