માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીના સામાકઠે રહેતા પરિવારની યુવતી ગુમ


SHARE











મોરબીના સામાકઠે રહેતા પરિવારની યુવતી ગુમ

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં વિસ્તારમાંથી વૈશાલીબેન કાળુભાઈ વિરજીભાઈ પરમાર (ઉ.વ.૧૮ વર્ષ ૪ માસ) ધંધો ઘરકામ રહે જંગલેશ્વર મંદીરની બાજુમાં ભડીયાદ રોડ સામાકઠે મોરબી-૨ વાળી ગત તા.૩૧-૭ ના સવારના પાંચેક વાગ્યાના અરસામાં જંગલેશ્વર મંદિરની બાજુમાં ભડીયાદ રોડ પોતાના ઘરેથી કોઇને કંઇ કહયા વગર નીકળી ગયેલ હોય અને ઘરેથી નીકળતી વખતે ક્રીમ કલરનો ડ્રેશ, ગળામાં કાડા કલરનો દોરો અને પગમાં સાદા ચંપલ પહેરેલ છે.આ અંગે જો કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની માહિતી હોય તો તપાસ કરનાર અધિકારી એ.એમ.ઝાપડીયા (મો.૯૭૧૪૦ ૬૪૪૧૯) અથવા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર ૬૩૫૭૨ ૪૦૭૧૮ ઉપર માહિતી આપવી તેમ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એન.પરમાર) એ યાદીમાં જણાવેલ છે.

યુવાન સારવાર

મોરબી લીલાપર ચોકડીથી નવાગામ જતા રસ્તેથી બાઇક લઈને જઈ રહેલ આસીફરજા સલીમભાઈ બ્લોચ (૨૬) રહે.અમરસર તા.વાંકાનેરનું બાઇક સ્લીપ થતા અકસ્માત બનાવમાં ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે તાલુકાના નવાગામ રોડ ખાતે યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ એવરેસ્ટ પોલી પ્લાસ્ટ નામના યુનિટમાં મશીન ઉપર કામ કરતા સમયે જમણો હાથ મશીનમાં આવી ગયેલ હોય ગીરીશભાઈ નટવરભાઈ સેનવા (૨૬) રહે.બનાવા મુવાળા ખેડા હાલ રહે.મોરબી ને સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના બી.કે.દેત્રોજા દ્વારા નોંધ કરી તપાસ કરી હતી.

શનાળા અકસ્માત

મોરબીનાી શનાળા ચોકડીએ રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત બન્યો હતો.જે બનાવમાં ઉમરભાઈ ઇસ્માઈલભાઈ પઠાણ (૨૩) રહે.વીશીપરા મોરબીને સિવિલે સારવાર માટે લઈ જવાયો હતો.મોરબીના ધરમપુર ટીંબડીની વચ્ચેથી બાઈક લઈને જઈ રહેલા મિયાત્રા મુળુભાઈ ખોડાભાઈ (૬૯) રહે.શનાળા રોડ મોરબીના બાઇક સાથે કૂતરું અથડાતા મુળુભાઈને ઇજા પામેલ હાલતમાં ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના બગથળા અને જેપુરના રસ્તે રીક્ષાની આડે અચાનક કૂતરૂ આડુ ઉતરતા રીક્ષા પલ્ટી ગઈ હતી.જે બનાવમાં રમેશભાઈ મેપાભાઇ રહે.બીલિયા ને ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા






Latest News