મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ અને અને હળવદમાં પડી જવાથી ઇજા પામેલા એક-એક યુવાનનું મોત


SHARE









ટંકારાના લજાઈ અને અને હળવદમાં પડી જવાથી ઇજા પામેલા એક-એક યુવાનનું મોત

ટંકારાના લજાઈ ગામે મોરબી એન્જિનિયરિંગ વર્કસ કારખાનામાં વેલ્ડીંગ કામ કરતા વખતે પતરા  ઉપરથી નીચે પડતા માથામાં ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી નગરશેરી નંબર 4 માં રહેતા કલ્પેશભાઈ મનસુખભાઈ બસિયા (33) નામનો યુવાન ટંકારા તાલુકાના લજાઈ ગામે મોરબી એન્જિનિયરિંગ વર્કસ નામના કારખાનામાં બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં વેલ્ડીંગ કામ કરી રહ્યો હતો ત્યારે કામ કરતા સમયે પતરા ઉપરથી નીચે પડવાના કારણે તે યુવાનને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મનસુખભાઈ બચુભાઈ બસિયા (59) રહે. વાવડી રોડ ગાયત્રી નગર શેરી નંબર 4 મોરબી વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી

હળવદમાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત

હળવદમાં રામદેવપીરના મંદિર વાળી શેરીમાં સુરજભાઈ કાઠી (42) નામનો યુવાન ગત તા. 6/8 ના રોજ સવારના સમયે કોઈ પણ કારણોસર પડી ગયો હતો જેથી તેને ઇજા થઈ હતી અને જેથી તે યુવાનને પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી અને ત્યારબાદ રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કરગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનનું આખું નામ કે ચોક્કસ સરનામું ન હોવાથી તે શોધવા માટે થઈને પોલીસે આગળની તપાસ તજવીજ હાથ ધરી છે




Latest News