માળિયા (મી)ના બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં હવે પત્રકાર અતુલ જોશીની ધરપકડ: રિમાન્ડ લેવા માટે તજવીજ
SHARE








માળિયા (મી)ના બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં હવે પત્રકાર અતુલ જોશીની ધરપકડ: રિમાન્ડ લેવા માટે તજવીજ
માળીયા (મી) તાલુકાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં સીઆઇડીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં તાજેતરમાં મોરબીના ચકચારી 602 જમીન કૌભાડમાં પકડાયેલા આરોપી અતુલ જોશીની હવે ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
માળિયા (મી)ના સરવડ ગામના રહેવાસી મહેશ પ્રભાશંકર રાવલ કે જેઓનું થોડા સમય પહેલા જ બીમારી સબબ અવસાન થયું છે તેમણે પોતાના ત્રણ સંતાનો ઉપરાંત હંસાબેન નામની મહિલાને સોગંદનામાં દીકરી બતાવીને બોગસ વારસાઈ આંબો મેળવ્યો હતો અને તેના તેના આધારે રેવન્યુ રેકર્ડમાં તે મહિલાને ખેતીની જમીનમાં વારસદાર બનાવમાં આવી હતી. જે કૌભાંડ બાબતે સરવડ ગામના હાલના તલાટી મંત્રી દ્વારા ગત મે મહિનામાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ પ્રભાશંકર રાવલ તથા બોગસ વારસાઈ આંબો બનાવનાર, બોગસ સોગંદનામુ બનાવનાર તથા બોગસ ખેડૂત ખાતેદાર બનેલ અને તેમાં મદદ કરનારની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગુનાની તપાસ હાલમાં રાજકોટ ગ્રામ્ય સીઆઇડીના પીઆઇ કે.કે.જાડેજા ચલાવી રહ્યા છે અને પહેલા તેઓએ સરવડના તત્કાલિન તલાટિ મંત્રી ભરતભાઈ ખોખર અને ત્યાર બાદ સાગર આંબરામભાઈ ફૂલતરિયાની ધરપકડ કરી હતી અને તે બંને આરોપીના રિમાન્ડ પણ મેળવ્યા હતા અને રિમાન્ડ પૂરા થયા પછી તેને જેલ હવાલે કરવામાં આવેલ છે.
આ ગુનામાં હવે તપાસનીસ અધિકારી પીઆઇ કે.કે.જાડેજાએ મોરબીના 602 જમીન કૌભાંડમાં તાજેતરમાં પકડીને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટીમે જેલ હવાલે કરેલ આરોપી અતુલ જોશીનો જેલમાંથી કબ્જો લઈને માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બોગસ ખેડૂત ખાતેદારના કાંડમાં તેની ધરપકડ કરી છે તેવી માહિતી અધિકારી આપેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લાના ચકચારી 602 જમીન કૌભાંડમાં અત્યાર સુધીમાં પકડવામાં આવેલ આરોપીઓમાંથી બે આરોપીઓને ક્રમશઃ માળીયાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં પણ પકડવામાં આવેલ છે. જેથી આ બંને કૌભાંડ હાલમાં મોરબી જિલ્લા સહિત રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલ છે.
