મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી શહેર, તાલુકા અને હળવદમાં જુગારની ચાર રેડ: 28 લોકોની 4.33 લાખની રોકડ સાથે ધરપકડ


SHARE







મોરબી શહેર, તાલુકા અને હળવદમાં જુગારની ચાર રેડ: 28 લોકોની 4.33 લાખની રોકડ સાથે ધરપકડ

મોરબીના નાગડાવાસ ગામ અને બંધુનગર ગામ તેમજ વીસીપર અને હળવદમાં જુગારની જુદીજુદી ચાર રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 28 લોકોને જુગાર રમતા પકડવામાં આવેલ છે અને તેની પાસેથી કુલ મળીને 4.33 લાખની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જૂના નાગડાવાસ ગામે સરકારી સ્કૂલની પાછળના ભાગમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા જુસબભાઈ બાબુભાઈ સુમરા (45) રહે નાગડાવાસ, મુકેશભાઈ મનુભાઈ રાઠોડ (29) રહે. નાગડાવાસ, સુંદરજીભાઈ ગજુભાઈ સાતોલા (25) રહે. ઇન્દિરાનગર, સુંદરરામભાઈ લક્ષ્મણભાઈ સાતોલા (34) રહે. નાગડાવાસ, સંદીપભાઈ ચંદુભાઈ ઉપસરિયા (30) રહે. નાગડાવાસ, પરસોતમભાઈ દેસાભાઇ રાઠોડ (63) રહે નાગડાવાસ, વનરાજભાઈ રામજીભાઈ થરેસા (40) રહે. નાગડાવાસ, રણજીતભાઈ ગજુભાઈ સાતોલા (28) રહે. ઇન્દીરાનગર અને રમેશભાઈ મહિપતરામ નિમાવત (52) રહે. નાગડાવાસ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ₹3,09,475 રૂપિયાની રોકડ કબજે કરી હતી આવી જ રીતે મોરબી તાલુકા પોલીસની ટીમે બંધુનગર ગામે ઇટાલિકા સીરામીક પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી નિલેશભાઈ ઘનશ્યામભાઈ મેમકિયા (33) રહે. બંધુનગર, મહેન્દ્રસિંહ દિલૂભા જાડેજા (39) રહે. મકનસર, મનીષભાઈ શ્રીબુદ્ધસાગર શુક્લા (30) રહે. મકનસર, મનોહરભાઈ ઋષભભાઈ આહીર (26) રહે. બંધુનગર, સંદીપભાઈ રામશંકરભાઈ પ્રજાપતિ (25) રહે. બંધુનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 14,890 ની રોકડ કબજે કરેલ છે અને જુગારના બંને ગુના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયા છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં જાહેરમાં બિલાલી મસ્જિદ પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મુકેશભાઈ માવજીભાઈ જોગડિયા (35), ઉમરફારુકભાઈ હારુનભાઈ માણેક (27), અકબરભાઈ કાસમભાઇ કટિયા (42), નિઝામભાઈ સલીમભાઈ મોવર (20), રફિકભાઈ હાસમભાઇ કાસમણી (47), અસ્લમભાઈ કરીમભાઈ માણેક (24), આસિફભાઇ હાજીભાઈ જીંગીયા (25) અને શાહરુખભાઈ ફિરોજભાઈ પઠાણ (35) રહે. બધા વીસીપરા વિસ્તાર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 35,250 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે. તો હળવદના ગોરી દરવાજા પાસે ઘનશ્યામભાઈ પરમારના રહેણાંક મકાનમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા ઘનશ્યામભાઈ નાનજીભાઈ પરમાર રહે. ગૌરી દરવાજા હળવદ, ભરતભાઈ મનજીભાઈ તારબુંદીયા રહે. ખારીવાડી હળવદ, દિનેશભાઈ કરસનભાઈ પરમાર રહે. ગૌરી દરવાજા હળવદ, વિપુલભાઈ રણછોડભાઈ રાઠોડ રહે. ગૌરી દરવાજા હળવદ, પિયુષભાઈ દાનાભાઈ રાઠોડ રહે. સૈયદવાસ પીરની દરગાહની બાજુમાં હળવદ અને ગૌતમભાઈ ગણેશભાઈ ચૌહાણ રહે. સ્વામિનારાયણનગર હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 73,400 ની રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે






Latest News