હર ઘર તિરંગા: મોરબી દેશ ભક્તિના રંગે રંગાયુ, ધારાસભ્ય, કલેક્ટર સહિતના લોકો તિરંગા યાત્રામાં જોડાયા
મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી તરફથી મહિલા સ્વચ્છતા માટે અનોખી પહેલ
SHARE








મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી તરફથી મહિલા સ્વચ્છતા માટે અનોખી પહેલ
મોરબીની જાણીતી સામાજિક સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મહિલાઓ માટે આરોગ્ય અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત શરૂ કરાયેલા વિશેષ પ્રોજેક્ટનો આજે ૮ મી ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ ચોથો મહિનો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે.
નોંધનીય છે કે તા.૧૪ જૂન, ૨૦૨૫ ના રોજ સંસ્થાએ મોરબીની ગોકુલનગર પ્રાથમિક શાળાને એક વર્ષ માટે સેનેટરી પેડ્સની નિર્મલતા અને સહાય માટે દત્તક લીધી હતી.દર મહિને શાળાની યુવતીઓને નિયમિત રીતે સેનેટરી પેડ્સનું વિતરણ કરવામાં આવે છે.જેથી તેઓ આરોગ્યપ્રદ અને આત્મવિશ્વાસથી ભરેલું જીવન જીવી શકે.આજના દિવસે પણ શાળાની બાળાઓને સેનેટરી પેડ્સ વિતરણ કરવામાં આવ્યા, જેમાં સંગઠનના સભ્યોની હાજરી સાથે આ પહેલને વધુ મજબૂતી મળી હતી.
આ પહેલનો ઉદ્દેશ યુવતીઓમાં માસિક ધર્મ વિશે જાગૃતિ ફેલાવવાનો તેમજ તેમને શાળામાં નિયમિત હાજરી માટે પ્રોત્સાહન આપવાનો છે. આવા પ્રયાસો યુવતીઓના ભવિષ્યને નવી દિશા આપે છે.મુસ્કાન વેલફેર સોસાયટીના તૃતીય વાર્ષિક પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયેલી આ પહેલ આજે એક સશક્ત ઉદાહરણ બની છે કે કેવી રીતે નાનાં પગલાંથી મોટા પરિવર્તન લાવી શકાય છે.સંસ્થાની સંકલ્પબદ્ધતા છે કે તેઓ આવી પ્રેરણાદાયી પહેલો દ્વારા સમાજના દરેક ખૂણે પહોંચીને યુવતીઓને સ્વચ્છતા, સુરક્ષા અને ગૌરવ સાથે જીવન જીવવા માટે સહાય કરે છે.
