મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી તરફથી મહિલા સ્વચ્છતા માટે અનોખી પહેલ
વલસાડના પશુ અતિક્રમણના ગુનામાં ફરાર આરોપી વાંકાનેરના કોઠી ગામેથી પકડાયો
SHARE








વલસાડના પશુ અતિક્રમણના ગુનામાં ફરાર આરોપી વાંકાનેરના કોઠી ગામેથી પકડાયો
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે છેલ્લા એક વર્ષથી વલસાડના કપરાડા વિસ્તારમાં થયેલ પશુ અતિક્રમણના ગુનામાં ફરાર આરોપીને અહીંના કોઠી ગામેથી પકડી પડ્યો છે.
વાંકાનેર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ વોચમાં હતો.દરમિયાનમાં રામભાઈ મંઢ તથા અજયસિંહ ઝાલાને ખાનગી બાતમી મળી હતી કે વલસાડ જીલ્લાના કપરાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પશુ અતિક્રમણના ગુનામાં ફરાર આરોપીને મનસુખભાઈ ટીડાભાઈ જાદવ ભરવાડ રહે.કોઠી ગામ તા.વાંકાનેર જી.મોરબી વાળો હાલ તેના રહેણાંક મકાને હાજર છે.આવી ચોક્કસ બાતમીને આધારે ત્યાં રેડ કરતા ત્યાંથી ફરારી આરોપી મનસુખભાઇ જાદવ મળી આવતા તેને હસ્તગત કરીને આ બાબતે કપરાડા પોલીસ સ્ટેશન જી.વલસાડને જાણ કરવામાં આવી હતી.આમ વલસાડ જીલ્લાના કપરાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુન્હામા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી પકડી પાડવામાં વાંકાનેર તાલુકા પોલીસને સફળતા મળેલ છે.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
માળીયા મીંયાણાના ખાખરેચી અને વેણાસર ગામની વચ્ચે થયેલ મારામારીના બનાવમાં સાઉદિન હબીબભાઈ સામતાણી (૪૮) રહે.ખીરઇ તા.માળીયા માટે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.બનાવ અંગે પ્રાથમિક તપાસ કરીને માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે મોરબીની ઝવેરી શેરીમાં વાણંદ જ્ઞાતિની વાડી પાસે રહેતા પદ્માબેન જીતેન્દ્રભાઈ લાંઘણોજા નામના ૫૨ વર્ષના આધેડ મહિલાને અકસ્માત બનાવમાં ઇજા થતાં સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યા હતા.તેઓ દર્શન માટે જતા હતા ત્યારે આ અકસ્માત બનાવ બન્યો હતો.
કાર-બાઇક અકસ્માત
મોરબીના દલવાડી સર્કલની પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો જે બનાવમાં હુશેન મહમદભાઈ પઠાણ (૨૪), રોજીનાબેન હુશેનભાઇ પઠાણ (૨૩) અને રસીદાબેન જમાલભાઈ ટાક (૪૩) રહે. બધા પ્રધાનમંત્રી આવાસ ક્વાટર કંડલા બાઇપાસ મોરબીને ઇજાઓ થતા ૧૦૮ વડે અત્રે સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ કરી હતી.
સરતાનપર અકસ્માત
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ગામ નજીક લોટો સિરામિક સામે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં બાઈકમાંથી પડી જતા પગના ભાગે ઇજા પામેલ રવજીભાઈ ધનાભાઈ વિંજવાડિયા (૨૯) રહે.સરતાનપર તા.વાંકાનેરને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જેથી બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ દ્વારા તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના ભડીયાદ રોડ સાયન્સ કોલેજ સામે રહેતા જસવંતસિંહ પંચાજી ઝાલા (૬૩) તેઓના ઘર પાસે વૃક્ષ ઉપર ચડીને ડાળ કાપતા હતા ત્યારે ૫-૬ ફુટની ઊંચાઈએથી નીચે પડતા સારવાર માટે ખસેડાયા હતા.
