મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી
Breaking news
Morbi Today

મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી તરફથી મહિલા સ્વચ્છતા માટે અનોખી પહેલ


SHARE































મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી તરફથી મહિલા સ્વચ્છતા માટે અનોખી પહેલ

મોરબીની જાણીતી સામાજિક સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મહિલાઓ માટે આરોગ્ય અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત શરૂ કરાયેલા વિશેષ પ્રોજેક્ટનો આજે ૮ મી ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ ચોથો મહિનો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે.

નોંધનીય છે કે તા.૧૪ જૂન, ૨૦૨૫ ના રોજ સંસ્થાએ મોરબીની ગોકુલનગર પ્રાથમિક શાળાને એક વર્ષ માટે સેનેટરી પેડ્સની નિર્મલતા અને સહાય માટે દત્તક લીધી હતી.દર મહિને શાળાની યુવતીઓને નિયમિત રીતે સેનેટરી પેડ્સનું વિતરણ કરવામાં આવે છે.જેથી તેઓ આરોગ્યપ્રદ અને આત્મવિશ્વાસથી ભરેલું જીવન જીવી શકે.આજના દિવસે પણ શાળાની બાળાઓને સેનેટરી પેડ્સ વિતરણ કરવામાં આવ્યા, જેમાં સંગઠનના સભ્યોની હાજરી સાથે આ પહેલને વધુ મજબૂતી મળી હતી.

આ પહેલનો ઉદ્દેશ યુવતીઓમાં માસિક ધર્મ વિશે જાગૃતિ ફેલાવવાનો તેમજ તેમને શાળામાં નિયમિત હાજરી માટે પ્રોત્સાહન આપવાનો છે. આવા પ્રયાસો યુવતીઓના ભવિષ્યને નવી દિશા આપે છે.મુસ્કાન વેલફેર સોસાયટીના તૃતીય વાર્ષિક પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયેલી આ પહેલ આજે એક સશક્ત ઉદાહરણ બની છે કે કેવી રીતે નાનાં પગલાંથી મોટા પરિવર્તન લાવી શકાય છે.સંસ્થાની સંકલ્પબદ્ધતા છે કે તેઓ આવી પ્રેરણાદાયી પહેલો દ્વારા સમાજના દરેક ખૂણે પહોંચીને યુવતીઓને સ્વચ્છતા, સુરક્ષા અને ગૌરવ સાથે જીવન જીવવા માટે સહાય કરે છે.












Latest News