મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપર રહેતી સગીરવયની યુવતીનું અપહરણ, ગુનો નોંધાતા તપાસ શરૂ


SHARE









મોરબીના શનાળા રોડ ઉપર રહેતી સગીરવયની યુવતીનું અપહરણ, ગુનો નોંધાતા તપાસ શરૂ

મોરબીના શનાળા રોડ ઉપર રહેતી સગીરવયની યુવતીને લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે અપહરણ કરી જવામાં આવેલ હોય હાલ ભોગ બનેલ સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આરોપીને પકડવા તથા સગીરાને શોધવા ચક્રો ગતિમાન કરાયા છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ બોટાદના ગ્રામ્ય વિસ્તારની રહેવાસી અને હાલ મોરબીના શનાળા રોડ ઉપર રહેતી ૧૬ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે તા.૬-૮ ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં અપહરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે રોહિત કાળુભાઈ તલસાણીયા મૂળ રહે.બોટાદ હાલ રહે.મોરબી ની સામે ફરિયાદ નોંધાવેલ હોય પોલીસ દ્વારા અપહરણ સહિતની કલમો હેઠળ રોહિત તલસાણીયા સામે ગુનો દાખલ કરાયો છે. જેની આગળની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એચ.સોંદરવા ચલાવી રહ્યા છે.

ઈલેક્ટ્રીક શોટ લાગતા મોત

મોરબીના ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના રહેવાસી ગોપાલભાઈ કાળુભાઈ પટેલ નામના ૪૫ વર્ષના યુવાનને ટંકારાના લજાઈ ગામે ઈલેક્ટ્રીક શોટ લાગતા મોત નિપજેલ હોવાથી તેમના ડેડબોડીને અત્રેની સિવિલે લાવવામાં આવ્યું હતું અને બનાવ અંગે પ્રાથમિક તપાસ કરીને મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.જાડેજા દ્વારા આ અંગે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામનો અને હાલ મોરબીના નવી પીપળી ગામે ઓમ પાર્ક સોસાયટીમાં રહેતો કલ્પેશ ચંદુભાઈ પિત્રોડા લુહાર (૨૭) નામનો યુવાન ઘુંટુના આઈટીઆઈ પાસે આવેલ મસ્તરામ પાન પાર્લર નજીક કોઈ કારણસર ફીનાઇલ પી ગયો હોય તેને સારવાર માટે લઈ જવાયો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના સી.કે.પઢિયાર દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

જિલ્લા બહાર બદલી

મોરબી પોલીસબેડામાં ફરજ બજાતા હિતેશભાઈ સુખાભાઈ મકવાણા ઉપર એસીબી ની રેડ થઈ હતી અને રેડના પગલે તેઓ ઉપર પોલીસ કાર્યવાહી થઇ હોય પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તેઓની મોરબી જિલ્લા પોલીસ વિભાગમાંથી ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ ખાતે બદલી કરવામાં આવેલ છે.

મારામારીમાં ઈજા

મોરબીના નગર દરવાજા ચોક પાસે આવેલ નાસ્તા ગલીમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં જગદીશભાઈ શંકરલાલ ઝા (૪૪) રહે. જુના એસટી બસ સ્ટેશન પાસેને ઇજા થતા સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે વાવડી અને બગથળા ગામ વચ્ચે બાઈક સ્લીપ થવાના બનાવમાં ધર્મેશ આલાભાઇ બાવળિયા (૨૦) રહે.લીલાપર રોડ ગૌશાળા પાસેને ઇજા થતા સારવાર માટે લઈ જવાયો હતો.તેમજ વાંકાનેરના ગાયત્રી મંદિર પાસે બાઇકમાંથી નિચે પડી જતા ટપુભા મોહબ્બતસિંહ જેઠવા(૬૫) રહે.જીનપરા વાંકાનેરને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.




Latest News