ટંકારાના મીતાણા નજીક કારની પાછળ કાર અથડાતાં અકસ્માત, ઇજા પામેલ મહિલા સારવારમાં
મોરબીના માળિયા હાઇવે ઉપર વહેલી સવાર ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતા આધેડને હડફેટે લેતા મોત
SHARE








મોરબીના માળિયા હાઇવે ઉપર વહેલી સવાર ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતા આધેડને હડફેટે લેતા મોત
મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ ફર્ન હોટલ ખાતે સિક્યુરિટીનું કામકાજ કરતા મૂળ રાજસ્થાની વ્યક્તિ વહેલી સવારે ચા પીવા માટે રોડ ક્રોસ કરીને ગયા હતા અને પરત આવતા હતા ત્યારે ટ્રક ચાલકે તેમને હડફેટે લીધા હતા જે બનાવમાં ગંભીર ઈજા થવાથી તેમને મોરબી સિવિલ બાદમાં રાજકોટ સિવિલ ખસેડાયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રો તથા રાજકોટ સિવિલ હોસ્પિટલના સુત્રો અને મૃતકના પરીચીત પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનના વતની અને હાલ અહીં મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ ફર્ન હોટલ મહેન્દ્રનગર ગામ પાસે રહીને અહીં ફર્ન હોટલ ખાતે સિક્યુરિટી મેન તરીકે કામકાજ કરતા રફિકભાઈ મોહમ્મદભાઈ (ઉંમર ૬૬) નામના વૃદ્ધ આજે તા.૧૩-૮ ના વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં ચા પીવા માટે રસ્તો ઓળંગીને ગયા હતા અને ચા પીને પરત તેઓ હોટલ તરફ જતા હતા ત્યારે તેમને ટ્રક ચાલકે હડફેટે લીધા હતા અને શરીરે ગંભીર ઇજાઓ થવાથી પ્રથમ અહીંની સિવિલ હોસ્પિટલે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલે ખસેડાયા હતા જ્યાં રાજકોટ સિવિલ ખાતે રફિકભાઈ મોહમ્મદભાઈનું મોત થયેલ છે.રાજકોટ હોસ્પિટલ ખાતે તેઓના પરિચિત ધિરેન્દ્રભાઇ પાસેથી મળતી માહિતી પ્રમાણે ટ્રક નંબર જીજે ૧૨ બીઝેડ ૩૮૨૧ ના ચાલકે રફિકભાઈને હડફેટે લીધા હતા.જોકે આ વાત સાટી છેકે કેમ તે બાબતે હાલ બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ. જાપડીયા દ્વારા આ બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબી રોહીદાસપરા વિસ્તારમાં રહેતા ભરતભાઈ વાઘજીભાઈ ચાવડા નામના ૨૫ વર્ષના યુવાનને તેના ઘર પાસે મારામારીના બનાવમાં ઈજા થતા ૧૦૮ વડે અત્રેની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો તેમ પોલીસે જણાવે છે અને બનાવ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.જ્યારે ધાંગધ્રાના કાશી વિશ્વનાથ મંદિર રોડ ખાતે રહેતા પરિવારનો મહેશ મગનભાઈ ચૌહાણ નામનો ૧૩ વર્ષનો બાળક બાઇકમાં બેસીને જતો હતો ત્યારે ધાંગધ્રા ખાતે શીતળા માતા મંદિરના રસ્તે વાહન અકસ્માત બનાવ બનેલ હતો.જેમાં ડાબા હાથના ભાગે હાડકું ભાંગી જતા તેને અત્રેની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
બાઈક સ્લીપ થતા ઇજા
મોરબીના સનાળા રોડ પર હાઉસિંગ બોર્ડમાં રહેતા ભાવનાબેન ગોકળભાઈ ડાભી (૬૪) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને ઉમિયા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.તેમજ મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે ગોકુલ નગરની પાછળના ભાગમાં આવેલ મેઘાણીની વાડીમાં રહેતા ગણેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા (૫૨) નામના આધેડ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે તેઓને ઈજા થતાં ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
અકસ્માતમાં ઇજા
હળવદના કવાડિયા ગામે રહેતા રંજનબા પ્રવીણભાઈ ગઢવી (૫૭) નામના મહિલા બાઇકમાં બેસીને કવાડિયા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક ગાય સાથે અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.તેમજ હળવદ તાલુકાના પાંડાતીર્થ ગામે રહેતા હુલ્લાસબેન અમરસીભાઈ ગોહિલ (૭૫) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગા બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે તેમને ઇજા થતાં તેને મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
