મોરબીની રવિરાજ ચોકડી નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
ટંકારાના મીતાણા નજીક કારની પાછળ કાર અથડાતાં અકસ્માત, ઇજા પામેલ મહિલા સારવારમાં
SHARE








ટંકારાના મીતાણા નજીક કારની પાછળ કાર અથડાતાં અકસ્માત, ઇજા પામેલ મહિલા સારવારમાં
ટંકારા તાલુકાનાં મીતાણા ગામ પાસેથી યુવાન કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલ કારના ચાલકે યુવાનની કારમાં પાછળથી ઠોકર મારી હતી જેથી કાર અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો અને ત્યારે યુવાનની કારમાં બેઠેલ મહિલાને ખભાના ભાગે ફેક્ચર જેવી ઈજા થઈ હોવાના કારણે તેને સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓખાના રહેવાસી અને હાલમાં ભુજના મહાવીરનગર પ્રશાંત પાર્ક ખાતે રહેતા ચિરાગભાઈ શૈલેષભાઈ ચાવડા (19)એ કાર નંબર જીજે 36 એ એલ 3581 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તે અને સાહેદો તેમની કાર નંબર જીજે 1 એચએન 0067 લઈને સોમનાથથી ભુજ તરફ જઈ રહ્યા હતા ત્યારે મીતાણા ગામ નજીક આરોપીએ પોતાની કાર બેફિકરાઈથી ચલાવીને ફરિયાદીની કારની પાછળ અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો તે બનાવમાં ફરિયાદીની કારમાં બેઠેલા અનિતાબેનને ડાબા ખભામાં ફેકચર જેવી ઈજા થઈ હોવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ફરિયાદીની કારમાં નુકસાન થયું હતું જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
