ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

હળવદના નવા ધનાળા પાસે ટ્રેનમાંથી પડી જતાં અને મોરબીના રફાળેશ્વર નજીક અકસ્માતમાં ઇજા પામેલા એક-એક યુવાનનું મોત


SHARE













હળવદના નવા ધનાળા પાસે ટ્રેનમાંથી પડી જતાં અને મોરબીના રફાળેશ્વર નજીક અકસ્માતમાં ઇજા પામેલા એક-એક યુવાનનું મોત

હળવદ તાલુકાના નવા ધનાળા ગામ પાસે ટ્રેનમાંથી પડી જવાના લીધે ઇજા પામેલ યુવાન તેમજ મોરબીના રફાળેશ્વર ગામ પાસે રહેતો યુવાન અકસ્માતમાં ઇજા પામ્યો હોવાથી તે બંને યુવાનોને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને તે બંને યુવાનોના સારવાર દરમિયાન મોત નીપજયાં છે જેથી આ બનાવની સ્થાનિક પોલીસ મથકોને જાણ કરવામાં આવી છે

હળવદ તાલુકાના નવા ધનાળા ગામ પાસેથી ટ્રેનમાંથી પડી જવાના કારણે અજાણ્યા 30 વર્ષના યુવાનને ઇજા થઈ હતી અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ હળવદ ત્યાંથી મોરબી અને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે અજાણ્યા યુવાનનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનની ઓળખ મળી હોય તેનું નામ અરવિંદસિંગ હરિસિંગ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું જેની નોંધ કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ એપેક્ષ હોસ્પિટલમાં રહેતા તોમરસિંહ ખેમુસિંહ (30)ને સારવાર માટે લાવ્યા હતા અને ત્યાંથી સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધે બેભાન કરીને માર માર્યો
મોરબીના મચ્છુનગર વિસ્તારમાં રહેતા રાયાભાઈ ભલાભાઇ રાવા (૬૦) લજાઈ ચોકડી પાસે હતા ત્યારે કોઈ અજાણ્યા માણસે તેને કોઈ વસ્તુ સુંઘાડી દેતા તે બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ તેનું બાઈક તથા સોના-ચાંદીની વસ્તુઓ લઈને તેને મારમારીને અજાણ્યો વ્યક્તિ નાસી ગયેલ છે આ બનાવ સંદર્ભે ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા શોભાબેન તેજાભાઈ વર્મા (30) નામના મહિલાને મારામારીના બનાવમાં ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ
મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે આવેલ પાર્ટી પ્લોટ પાસેથી અજાણ્યો 45 વર્ષનો યુવાન બાઈક નંબર જીજે 36 એ 2847 ને પસાર થયો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે તે બેભાન થઈ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News