વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી હત્યા કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીના ચકચારી હત્યા કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબી જિલ્લામાં ચકચારી ખુન કેસ મોરબી ડિસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપી કલ્પેશ મુળજીભાઈ કંજારીયાના વકીલે કરેલ દલીલ તેમજ રજૂ કરેલા પુરાવા અને જુદીજુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને પ્રિન્સી. ડિસ્ટ્રી. એન્ડ સેસન્સ જજ શ્રીવાસ્તવ સાહેબ દ્વારા ઐતીહાસીક ચુકાદો આપીને આરોપી નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં તા. ૧૭/૧૨/૨૦૨૧ ના રોજ ફરીયાદી નીમીષાબેન વિરલભાઈ શાહફરીયાદ નોંધાવી હતી કે તેના પિતા દિનેશભાઈ અમૃતલાલ મહેતા તેના ધરે એકલા હતા ત્યારે આરોપી તેના ઘરમાં ચોરી કરવા માટે આવેલ હતો અને ઘરમાં કોઈ દરદાગીના રાખેલ ન હતા જેથી ફરિયાદીના પિતાને આરોપીએ માથામાં કોઈ તિક્ષ્ણ અથવા બોથડ પદાર્થથી ત્રણ ધા મારી ગંભીર ઈજા કરી હતી અને શરીરે માર માર્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટયો હતો જે ફરિયાદ આધારે પોલીસે આરોપી કલ્પેશ ઉર્ફ ધોધાભાઈ મુળજીભાઈ કંજારીયાની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મોરબી જીલ્લાના વકીલ દીલીપભાઈ અગેચાણીયા રોકાયેલ હતા.

આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વિગેરેની જુબાની લેવામાં આવેલ હતી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે આ કામે ફરીયાદ પક્ષે ચાર ચાર સાહેદોના સી.આર.પી.સી. કલમ-૧૬૪ ના નીવેદનો લીધેલા છે તેમ છતા પણ ફરીયાદ પક્ષ તેનો કેસ સાબીત કરવામાં નિષ્ફળ નીવડેલ છે અને આ કામના મરણજનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. આ કામે ડોગ સ્કવોડ અધીકારીને બોલાવેલ ડોગને સુટકેસ સુંધડાવેલ અને ત્યારબાદ ડોગ કલ્પેશ મુળજીભાઈના ધર પાસે ગયેલ તો તપાસ કરનાર અધીકારીએ આ મકાન કોનુ હતુ તેનો કોઈ આધાર પુરાવો આ કામે રજુ રાખેલ નથી તેમજ તપાસ કરનાર અધીકારીએ બનાવના કોઈ ફોટોગ્રાફ પણ રજુ રાખેલ નથી તેમજ આ સ્નીફર ડોગના કોઈ પુરાવાના આધારે આરોપીને સજા ન થઈ શકે.

વધુમાં ગુજરનારને ધારદાર હથીયાર લાગેલ હતુ તો તપાસ કરનાર અધીકારીએ આ કામમાં ધોકો કબ્જે કરેલ છે જે ધારદાર હથીયાર ન કહેવાય તેમજ આરોપીના મોબાઈલના આધારે મોબાઈલનુ લોકેશન મેળવી તેની હાજરી મરણજનારના ધરમાં હતી તે તપાસ કરનાર અધીકારી સાબીત કરી શકેલનથી બીજુ કે ખુન કરવાનો હેતુ સાબીત થવો જોઈએ તે પણ ફરીયાદ સાબીત કરી શકેલ નથી. કોર્ટે નોર્ધેલ કે સાક્ષી જુઠુ બોલી શકે પરંતુ સંજોગો કદી જુઠ બોલી શકતા નથી. સદરહુ કેસ માત્ર હથીયાર કે ગુજરનાર તથા આરોપી ના કપડા પર લોહીના ડાધ મળવાથી કેસ સાબીત ન થાય અને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ જે ગોલ્ડન પોઈન્ટ આપવામાં આવે છે કે લાસ્ટ સીન ટુ ગેધરની થીયરીમાં પોલીસ તપાસમાં એકપણ કડી ખુટવી ન જોઈએ અને સરકારી વકીલની દલીલનો વિરોધ કરતાં બચાવ પક્ષના એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયાએ વધુમાં દલીલ કરેલ કે આ કેસ એ લાસ્ટ સીન ટુ ગેધર થીયરીમાં ન આવે અને આરોપીને ગુજરનારના ધરમાં જતા કોઈએ જોયો નથી તે તેના ફળીયામાં હતો તેથી આ થીયરી આખા કેસમાં કાય ના કરે.

બચાવ પક્ષે વધુ દલીલ કરવામાં આવેલ કે શંકા કયારેય સાબીતીનુ સ્થાન ન લઈ શકે તેમજ નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છેકે કોઈપણ કેસમાં મોટીવ સાબીત કરવો જ પડે તોજ સજા થઈ શકે આમ બચાવ પક્ષે સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના અનેક ચુકાદા રજુ કરેલ તે તમામ ચુકાદા તથા દલીલોને માન્ય રાખી તથા ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ તેમજ એવુ પણ નોંધેલ કે ફરીયાદ પક્ષના કેસમાં ઘણી વખત ખામી રહેલ હોય જેથી આરોપીને સજા થઈ શકે નહી.આરોપી તરફે એડવોકેટ જીતેન અગેચાણીયા, સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા, રોકાયેલ હતા.






Latest News