ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી લીલાપર રોડ ઉપર ડબલ સવારી બાઇકને બોલેરો ચાલકે હડફેટ લેતા ભાઈની નજર સામે ભાઈનું મોત, અરેરાટી


SHARE













મોરબી લીલાપર રોડ ઉપર ડબલ સવારી બાઇકને બોલેરો ચાલકે હડફેટ લેતા ભાઈની નજર સામે ભાઈનું મોત

મોરબીના શનાળા ગામના બે ભાઈઓ રફાળેશ્વર પાસે આરટીઓ ને લગતી ઓફિસમાં કામગીરી કરતા હોય તેઓ કામે ગયા હતા અને ગઈકાલે સાંજે ડબલ સવારીમાં બાઇકમાં પરત મોરબી શનાળા બાજુ જવા માટે નીકળ્યા હતા.દરમિયાનમાં મોરબીના લીલાપર રોડ ઉપર બોલેરોના ચાલકે તેમને સામેથી હડફેટે લીધા હતા.જે બનાવમાં નાના ભાઈનું મોત નીપજ્યું હતું અને મોટાભાઈને ઈજા થતાં સારવારમાં લઈ જવાયો હતો.હાલ તેણે બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી એ ડિવિજન પોલીસ મથક ખાતે હાલમાં હિતેશભાઈ ભાણજીભાઈ સોલંકી (૨૮) રહે.સાંઈબાબા મંદિર પાસે શનાળા મોરબી વાળાએ બોલેરો કાર નંબર જીજે ૧૦ ટીવાય ૯૧૫ ના ચાલક સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે તેઓ તથા તેમના નાના ભાઈ મરણ જનાર સુરેશભાઈ ભાણજીભાઈ સોલંકી (૨૫) રહે.સાંઈબાબા મંદિર પાસે શનાળા મોરબીના બાઈકને હડફેટે લીધું હતું.જે બનાવમાં સુરેશભાઈ સોલંકીનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે મોત નીપજયું હતું અને ફરિયાદી હિતેશભાઈ સોલંકીને ઇજાઓ પહોંચી હોય સારવાર માટે ખસેડાયા હતા.વધુમાં તપાસ અધિકારી એસ.કે.બાલાસરા પાસેથી મળતી માહિતી પ્રમાણે હિતેશભાઈ સોલંકી તથા તેમના ભાઈ સુરેશભાઈ સોલંકી શનાળાના રહેવાસી છે અને રફાળેશ્વર ગામ પાસે આરટીઓને લગતી કામગીરીની ઓફિસમાં કામ કરતા હોય તેઓ ત્યાંથી પરત ડબલ સવારીમાં મોરબી આવી રહ્યા હતા ત્યારે તા.૧૨-૮ ના સાંજે સાડા છએક વાગ્યે મોરબીના લીલાપર રોડ બોરીયા પાટી નજીક આવેલ શાલીગ્રામ એપાર્ટમેન્ટની સામે તેઓના બાઈકને ઉપરોક્ત નંબરની  બોલેરોના ચાલકે હડફેટે લીધા હતા.જે બનાવમાં ગંભીર ઇજાઓના પગલે સુરેશભાઈનું મોત નીપજેલ છે અને હિતેશભાઈને સારવાર માટે લઈ જવાયા હતા.

બાઇક સ્લીપ થતાં ઇજા
વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા સતિષભાઈ ભુપતભાઈ પાટડીયા (૨૫) અને રવિભાઈ નવીનભાઈ પરેચા (૨૯) નામના બે યુવાનો સુંદરગઢ ગામના પાટીયા પાસેથી કડીયાણા તરફ જવાના રસ્તા ઉપર બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને બંને યુવાનોને બીજા થતા તેને સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
યુવાન સારવારમાં
ટંકારા નજીક આવેલ જબલપુર ગામે રહેતા સચિનભાઈ ભુદરભાઈ કાનાણી (૩૦) નામનો યુવાન ગામ પાસેથી બાઈકમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઈકમાંથી પડી જવાના કારણે અકસ્માત થતાં યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
ઝેરી દવા પી લેતા સારવારમાં
માળીયા મીયાણામાં પિતાને ત્યાં આવેલ મોસીનાબેન ગુલજારભાઈ માલાણી (૨૦) નામની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News