મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે 100 ચો.વારના પ્લોટ મફત આપવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી


SHARE









મોરબીના મકનસર ગામે 100 ચો.વારના પ્લોટ મફત આપવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

મોરબીના મકનસર ગામે 100 ચો. વાર મફત પ્લોટ આપવાની માંગણી અગાઉ કરવામાં આવી હતી જો કે, હજુ સુધી તેને ધ્યાને લઈને પ્લોટ આપવામાં આવેલ નથી અને મહેસુલ વિભાગના ઠરાવને ધ્યાને લઈને સરકારી ખાલી પડેલ ખરાબામાં પ્લોટ આપવાને બદલે મોરબી મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા નકારાત્મક અભિપ્રાય આપવામાં આવેલ છે જેથી કરીને જરૂરિયાત મંદ પરિવારોને 100 ચો. વારના પ્લોટ આપવાની માંગ સાથે વધુ એક વખત રજૂઆત કરી છે અને જો તેને ધ્યાને નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પ્રગતિ સહકાર ચેરીટેબલ ટ્રસ્ટના હોદેદારોએ ઉચ્ચારી છે.

મોરબીમાં પ્રગતિ સહકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, મૂળ મકનસરના અનુસુચિત જાતિના મજુર વર્ગના લોકો છૂટક મજુરી કરી જીવન ચલાવનાર પરિવારો છે અને રહેવા માટે પોતાના ઘર મકાન ન હોય સરકારની ગરીબ લક્ષી યોજનામાં સમાવેશ કરી 100 ચો.વાર મફત પ્લોટ આપવામાં આવે તેવી માંગ સાથે અરજી કરી હતી અને ગાંધીનગર તેમજ મોરબીમાં અનેક વખત રજૂઆત કરેલ છે ત્યારે તાલુકા પંચાયતમાંથી એવો જવાબ આપવામાં આવે છે કે, તમારા નામ બીપીએલ કે એસ.ઈ.સી.સી.માં ન હોવાથી તમોને 100 ચો. વાર પ્લોટ આપી સકાય નહિ. જેથી કલેક્ટર, ડીડીઓ, મોરબી તાલુકા પંચાયત અને મોરબી ગ્રામ પંચાયત મકનસરમાં લેખિતમાં અરજી આપીને તેઓનો સર્વે કરી ગરીબ લક્ષી યોજનામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

જે માંગને મોરબી વહીવટી તંત્ર દ્વારા નજરઅંદાજ કરવામાં આવેલ છે અને કોઈપણ માંગણીને અધિકારી દ્વારા ધ્યાન પર લેવામાં આવતી નથી તેમજ મહેસુલ વિભાગના ઠરાવ મુજબ નિયત નમુના સાથે ફોર્મ ભરેલ હોય જેની પ્રોસેસ ફી ભરી હતી બાદમાં મામલતદાર મોરબી દ્વારા વણ વિચારીને અણધડ રીતે પોતાની મરજી મુજબ નકારાત્મક અભિપ્રાય આપેલ અને તેને માન્ય રાખતા પ્રાંત અધિકારી મોરબી તે અભિપ્રાય આપ્યો હતો જે જમીન મકનસર ગામના ખાલી ખરાબા સર્વે નંબર 133 માં અમોએ માંગણી કરી છે તે જમીન ન દેવા માટે મામલતદાર મોરબી દ્વારા ખોટો અભિપ્રાય આપેલ છે જે જમીનમાં 3000 ચો. મીટર ગામતળ નીમ કરવા પ્રાંત અધિકારી મોરબી નીમ કરેલ છે ઉલેખનીય છે કે, ગત તા. 4/8/25 ના જે તે 15 અરજદારોને 100 વાર પ્લોટ મફત આપ્યા છે. તે મુજબ તેઓને પણ 100 વાર પ્લોટ આપવામાં આવે તેવી માંગ કરી છે. અને જો ન્યાય નહીં કરવામાં આવે તો પહેલા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે અને ત્યાર બાદ મુખ્યમંત્રી, રાજ્યપાલ અને હાઈકોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી છે.




Latest News