ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા બે પાડાને બચાવ્યા


SHARE













મોરબીના ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા બે પાડાને બચાવ્યા

મોરબી નજીકથી ભેંસના બે પાડાને રિક્ષામાં કતલખાને લઈ જતાં હતા ત્યારે ગૌરક્ષકોએ રિક્ષાને પકડીને અબોલ જીવને બચાવી લીધેલ છે અને બંને પાડાને પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે જો કે, રિક્ષા અને આરોપી બન્ને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદને બાતમી આધારે ગૌરક્ષકોએ વોચ ગોઠવી હતી ત્યારે કચ્છ બાજુથી આવી રહેલ સીએનજી રીક્ષાને રોકવામાં આવી હતી અને ચેક કરી હતી ત્યારે તેમાંથી બે ભેસના પાડા મળી આવ્યા હતા જે અબોલ જીવને કતલ ખાને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી ગૌરક્ષકોએ જીજે 36 ડબલ્યુ 0655 રિક્ષા તેમજ ભરેલ અબોલ જીવને છોડાવવામાં આવ્યા અને તે અબોલ જીવને મોરબી પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે અને વાહન તેમજ આરોપીને પોલીસ હવાલે કરીને ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી કરેલ છે.






Latest News