મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે જન્માષ્ટમી ઉજવાઇ


SHARE









મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે જન્માષ્ટમી ઉજવાઇ

મોરબીમાં આવેલ નવયુગ સંકૂલ ખાતે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન મુજબ ભારતીય સસ્કૃતિને અનુરૂપ એવી “સ્વ” ને ઉજાગર કરતી પરંપરા મુજબ જન્માષ્ટમી તથા મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. બાલ ગોપાલની મુર્તિને દેશી વાજિંત્રો સાથે શોભાયાત્રા કરવામાં આવી હતી. તેમજ અલગ અલગ પ્રકારના સ્લોટ ઊભા કર્યા હતા. જેમાં ગોકુળ વૃંદાવન, દેવકી, કૃષ્ણ સુદામા, તેમજ હિંડોળે ઝુલાવી પ્રાચીન ટીપણી રાસ, વૃંદાવન રાસ, કૃષ્ણ-સુદામા નાટક પણ ભજવવામાં આવ્યું હતું. જેમાં કે.જી.થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મહાઆરતી માટે સુંદર મજાની ઝાંખી ગોઠવવામાં આવી હતી, મહાઆરતીમાં વિભાગીય વડાઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વૃંદાવનની યાદ અપાવે તેવા સુંદર મહારાસ રજૂ કરાયો હતો. બાળ-કૃષ્ણ સાથે જોડાયેલ ‘ગોપુરમ’ કે જે ખાસ માખણ ચોરીને ખાવા માટે મિત્રો સાથે લીલા કરતાં અને સાથે મળીને ખાતા. તેવી જ રીતે કે.જી.થી કૉલેજ સુધીના દરેક વિભાગની ગોરસ ભરેલી મટકી-ફોડના કાર્યક્રમ યોજ્યો હતો. નવયુગ વિદ્યાલય ખાતે પણ જન્માષ્ટમી પર્વ રંગેચંગે ઉજવાયું હતું.જેમાં શોભાયાત્રા,પ્રાચીન રાસ,નાગ દમન વગેરે અદભૂત કૃતિઓ રજૂ કરી હતી. ત્યાર બાદ નવયુગ પ્રેપ સેક્શનના નાના નાના ભૂલકાઓએ મટકી ફોડ કાર્યક્રમની સાથે સાથે પ્રાસંગિક અને દેશભક્તિ ડાન્સ રજૂ કર્યા હતા આ તકે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા રંજનબેન પી. કાંજીયાએ તમામ સ્ટાફને ધન્યવાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાએ સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




Latest News