મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય શાળામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો


SHARE































મોરબીની ભારતી વિધાલય શાળામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિધાલયમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના વિધાર્થીઓ દ્વારા કૃષ્ણ ભક્તિના ડાન્સ-નાટ્ય રજુ કરવામાં આવ્યા હતા તેમજ વાસુદેવ નાના બાલ ગોપાલને નંદ બાબાને ત્યાં મુકવા જાય તેવા દ્રશ્યો રજુ કરવામાં આવ્યા હતા શાળાના શિક્ષકોએ આવેલ કૃષ્ણ ભક્તોને કૃષ્ણના પ્રસંગો અને વિષ્ણુ ભગવાનના 10 અવતારની માહિતી પણ આપેલ હતી. તે સાથે શાળાના વિધાર્થીઓને સ્પર્ધાના ઇનામો પણ આપવામાં આવ્યા હતા આ મહોત્સવમાં બહેનો અને ભાઈઓ એમ બંને દ્વારા અલગ અલગ મટકી ફોડવામાં આવેલ અને ત્યાર બાદ દરેક લોકો રાસ ગરબા કરીને આ ઉત્સવની ઉજવણી કરેલ હતી અને અંતમાં શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ આવેલ તમામ વાલી અને નાના કાનુડા અને રાધા બનેલ વિધાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને શાળા સંચાલક કૌશલભાઈ મહેતાએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ વિધાર્થી અને શિક્ષકગણને અભિનંદન આપેલ હતા












Latest News