મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સટાસટી મોરબીના બેલા ગામ નજીક સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના મોટી વાવડી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણી મહિલાનું મોત મોરબીમાં જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા: 18 સ્થળે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા મોરબી જિલ્લા પંચાયતે કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનાગ્રાના હસ્તે તિરંગા લહેરાવીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ માળીયા (મી)ના ચીખલી ગામે ખેતરમાં દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં જન્માષ્ટમી અંતર્ગત નંદ-ઉત્સવ ઉજવાયો


SHARE















મોરબીની પી.જી.પટેલ કોલેજમાં જન્માષ્ટમી અંતર્ગત નંદ-ઉત્સવ ઉજવાયો

વિધાર્થીઓમાં અભ્યાસની સાથોસાથ સાંસ્કૃતિક મૂલ્યોનો પણ વિકાસ થાય, વિધાર્થીઓ ધાર્મિક ઉત્સવો પાછળના સાંસ્કૃતિક આયામો સમજે તેવા ઉમદા હેતુસર પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટના નેતૃત્વમાં આગામી જન્માષ્ટમી પર્વ અંતર્ગત નંદ-ઉત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતુ. આ નંદ-ઉત્સવ અંતર્ગત કોલેજની વિધાર્થીની બહેનો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની બાળ લીલાઓ તેમજ  જીવન ચરિત્ર અને જીવન મુલ્યો પર આધારિત નૃત્યો, નાટકો, ગીતો અને વક્તવ્યો રજુ કર્યા હતા. તેમજ ભગવાન શ્રીકૃષ્ણ ના જીવન પર વિવિધ માર્મિક અને રસપ્રદ રજુઆતો કરવામાં આવી હતી. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં કોલેજની વિધાર્થીની બહેનો અને મહિલા પ્રાધ્યાપકો પરંપરાગત પોશાકમાં ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર કૃતિઓ ની પૂર્વ તૈયારી માટે કોલેજના તમામ મહિલા પ્રાધ્યાપકો ઘણા દિવસોથી જહેમત ઉઠાવી રહ્યા હતા અને નૃત્યોની કોરીઓગ્રાફી કોલેજની જ વિધાર્થીની અને એક સફળ કોરીઓગ્રાફર નિયતિ કુકડિયા દ્વારા કરવામાં આવી હતી.




Latest News