મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધનું મોત


SHARE































મોરબી નજીક ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધનું મોત

મોરબીમાંથી પસાર થતા કંડલા બાયપાસ રોડ ઉપર ફર્ન હોટલની સામેના ભાગમાંથી વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમ્યાન ટ્રક ટ્રેલર ચાલકે તેઓને લેતા વૃદ્ધને ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું અને ટ્રક ટ્રેલરનો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જે બનાવ સંદર્ભે હાલમાં બનેલ વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં એકતા નગર ઇટાવા વોર્ડ નંબર સાત મધ્યપ્રદેશ ખાતે રહેતા વસીમભાઈ રફિકભાઈ શેખ (32)એ ટ્રક ટ્રેલર નંબર જીજે 12 બી ઝેડ 3821 ના ચાલક સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબીના નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ફર્ન હોટલ પાસેથી તેઓના પિતા રફિકભાઈ શેખ રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન ફરિયાદીના પિતાનેટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા તેઓને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.












Latest News