વાંકાનેર અને મોરબીમાં જુગારની ત્રણ રેડ: 11 શખ્સો ઝડપાયા
SHARE








વાંકાનેર અને મોરબીમાં જુગારની ત્રણ રેડ: 11 શખ્સો ઝડપાયા
વાંકાનેર સીટી વિસ્તારમાં બે તથા મોરબી શહેરી વિસ્તારમાં એક આમ કુલ જુગારની ત્રણ રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 11 લોકો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની ધરપકડ કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેરના નવાપરા શેરી નંબર ત્રણમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રામજીભાઈ શામજીભાઈ દેકાવાડીયા (28) પ્રદીપભાઈ મનસુખભાઈ ઇન્દરિયા (25), ઋત્વિકભાઈ સુરેશભાઈ બાવળીયા (22), રાહુલભાઈ હમીરભાઈ ગાંભા (22) અને પ્રદીપભાઈ રઘુભાઈ સરાવાડીયા (20) રહે બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2950 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી. આવી જ રીતે રાજાવડલા ગામે જુગારી રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કિરીટભાઈ અંબારામભાઈ સરવૈયા (36) અને રાજેશભાઈ જગદીશભાઈ દેત્રોજા (31) રહે બંને આરોગ્યનગર બસ સ્ટેશન પાછળ વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,000 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી
મોરબીના જેલ રોડ ઉપર આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્સ પહેલા માળે અનિલભાઈ ગજીયાની ઓફિસમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા અનિલભાઈ મૂળુભાઈ ગજીયા (49), ઈશ્વરલાલ છગનભાઈ ઠાકોર (68), અમિતભાઈ ગંગારામભાઈ અગેચાણીયા (45), ભરતભાઈ હમીરભાઇ નાગલાણી (52) અને રામભાઈ નારણભાઈ રાઠોડ (60) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 10,500 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી
