મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં માવતરના ઘરે માથાના દુખાવાની દવાના બદલે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત


SHARE









માળીયા (મી)માં માવતરના ઘરે માથાના દુખાવાની દવાના બદલે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત

માળીયા મીયાણામાં રણકાઠે માવતરના ઘરે આવેલ પરણીતાને માથાનો દુખાવો થતો હોય તે દુખાવાની દવા ના બદલે ઝેરી દવા પી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી તે પરણીતાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણાની માલાણી શેરીમાં રહેતા મોહસીનાબેન ગુલઝારભાઈ માલાણી (20) નામની પરણીતા તેના માતા પિતાના ઘરે ગત તા. 11/8 ના રોજ હતી ત્યારે સવારે સાત વાગ્યાના અરસામાં તેને માતાનો દુખાવો થતો હોય માથાના દુખાવાની દવાના બદલે ઝેરી દવા પી લેતા તેને ઝેરી અસર થઈ હતી જેથી તે પરણીતાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના આઈ.ટી.જામ ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક પરણીતાનો લગ્ન ગાળો છ માસનો હતો

અર્ધી બોટલ દારૂ

મોરબીના સનાળા રોડ ઉપર જીઆઇડીસીમાં આવેલ ઉન્નતિ ગેરેજની બાજુમાં આવેલ કોમ્પલેક્ષના ધાબા ઉપર દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અડધી ભરેલ બોટલ સાથે કિશનભાઇ રમેશભાઈ અજાણા (25) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ સનાળા રોડ મોરબી વાળો મળી આવતા પોલીસે 200 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને તેની ધરપકડ કરી હતી




Latest News