ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રીટર્નના કેસમાં એક વર્ષની કેદની સજા તથા બમણી રકમનો દંડનો હુકમ કરતી કોર્ટ


SHARE













મોરબીમાં ચેક રીટર્નના કેસમાં એક વર્ષની કેદની સજા તથા બમણી રકમનો દંડનો હુકમ કરતી કોર્ટ

મોરબીમાં ચેક રીટર્નના કેસમાં એક વર્ષની કેદની સજા તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવાનો મોરબી કોર્ટએ હુકમ કર્યો છે.

કેસની હકીકત જોઈએ તો, ફરીયાદી મોરબીના વતની પ્રશાંતભાઈ દેવજીભાઈ પરમારે, આરોપી નવી પીપળી, તા. મોરબીના વતની વિજયભાઈ ડાયાલાલ પારેથીને સપ્ટેમ્બર, ૨૦૨૩ માં, હાથ ઉછીની રકમ રૂા.૪,૦૦,૦૦૦ આપેલ અને આ રકમ પરત ચૂકવવા માટે આરોપી વિજયભાઈ ડાયાલાલ પારધી એ રૂા.૪,૦૦,૦૦૦ નો એક ચેક ફરીયાદીને આપેલ અને આ ચેક ફરીયાદીએ નાણા વસુલવા તેના ખાતામાં રજુ કરતા, ચેક વણચૂકવ્યો પરત થતા, ફરીયાદી પ્રશાંતભાઈએ વિજયભાઈને નોટીસ આપેલ છતાં તેણે ફરીયાદીને ચેકની રકમ વસુલ ન આપતા, ફરીયાદી પ્રશાંતભાઈએ, વિજયભાઈ વિરૂધ્ધ મોરબી કોર્ટમાં, ફોજદારી ફરીયાદ દાખલ કરેલ અને આ કેસ ચાલી જતા, ફરીયાદ પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા દલીલ વખતે રજુ કરાયેલ નામ.હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના મહે.ત્રીજા એડીશ્નલ ચીફ જયુડીશ્યમલ મેજીસ્ટ્રેટ શ્રીમતી સી.વાય.જાડેજા મેડમે વિજયભાઈ ડાયાલાલ પારઘી ને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમથી બમણી રકમનો દંડ તથા ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી રકમ ચૂકવ્યા સુધી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ વળતર પેટે ચૂકવી આપવાનો અને તેમ કરવામાં કસૂર કર્યે વધુ ૯૦ દિવસની સજા ફરમાવવાનો અતિ મહત્વનો ચુકાદો જાહેર કરેલ છે.આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી.કારીઆ, રવી કે.કારીયા, મનીષ કે.ભોજાણી, દયારામ એલ.ડાભી અને અતુલ સી.ડાભી રોકાયેલ હતા.






Latest News