મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીની 1.96 લાખની ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ ત્રણ આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર


SHARE













મોરબીની 1.96 લાખની ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ ત્રણ આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના સામાકાંઠે આવેલ મધુવન સોસાયટીમાં રહેતા વૃદ્ધના ઘરને તસ્કરોએ નિશાન બનાવીને તેમના ઘરના મેઇન દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટમાં રાખેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળીને 1.96 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ તેમજ અન્ય બે લોકોના ઘરમાં પણ ચોરીનો બનાવ બન્યો હતો.જે બાબતે વૃદ્ધએ નોંધાવેલ ફરીયાદને આધારે મોરબી બી ડિવિઝન પોલીસે આ ગુનામાં વડોદરાની સિકલીકર ગેંગના ત્રણ ઇસમોને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસ સુત્રોની પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર નેશનલ હાઈવે રોડની બાજુમાં આવેલ મધુવન સોસાયટીના બ્લોક નંબર એ-33 માં રહેતા દીપકભાઈ ધીરજલાલ દલીચા (67) એ થોડા દિવસો પહેલા અજાણ્યા શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેઓએ જણાવ્યું હતુ કે ગત તા.23/7 ના રાત્રીના 11 વાગ્યાથી લઈને તા.25/7 ના સવારના 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે તસ્કરો દ્વારા તેઓના બંધ રહેણાંક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું અને તેઓના રહેણાંક મકાન તથા અન્ય બે લોકોના મકાનોમાં પણ ચોરી કરવામાં આવેલ છે. ફરિયાદીના ઘરે દરવાજાના નકુચાના તાળા તોડીને ઘરની અંદર પ્રવેશીને ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળીને 1.96 લાખની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ.ફરિયાદી પોતાના ઘરે ઉપરના ભાગે સૂતા હતા ત્યારે અજાણ્યા ચોરે તેઓના ઘરમાં નીચેના ભાગના દરવાજાના તાળાં તોડીને પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને ઘટનાને અંજામ આપ્યો હતો. જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પ્રેમસિંગ ઉર્ફે ભીમો સતનામસિંગ બાવરી સિકલીર શિખ (24) રહે. શંકરનગર ઝૂંપડપટ્ટી તુલસી હોટલ સામે સયાજીગંજ વડોદરા, કુલદીપસિંગ ઉર્ફે સન્ની ભગતસિંગ બાવરી સિકલીર શિખ (20) રહે. નિઝામપુરા આંબેડકર ચોક પાસે ફતેહગંજ વડોદરા અને અમરસિંગ ઉર્ફે પાપે લોહરસિંહ બાવરી સિકલીર શિખ (22) રહે. મહાનગર જલારામનગર ઝુંપડપટ્ટી ડભોઇ રોડ વડોદરાની તા.18/8 ના બપોરના એક વાગ્યે અટકાયત કરી હતી અને ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ત્રણેય આરોપીના એક દિવસન આ રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી પીએસઆઇ વી.એલ.વાઘેલા તથા રાઇટર ભરતભાઈ ગોઢાણીયા આગળની તપાસ કરી રહા છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના બહાદુરગઢ ગામે રહેતા દિનેશભાઈ ચાવડા (49) નામના વ્યક્તિ ખેતરેથી બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા દરમિયાન બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં તેને જમણા પગમાં ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારમાર્યો

મોરબીના બેલા ગામે આવેલ એગ્રો ટાઇલ્સ નામના કારખાનામાં ભરતભાઈ વલ્લભભાઈ દુધરેજી (30) નામના યુવાનને રાણાભાઇ નામના વ્યક્તિએ માર મારતા ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ડમ્પરમાં નુકશાન

મોરબીના બાયપાસ રોડ ઉપર પાપાજી ફન વર્લ્ડ પાસે આવેલ તુલસી પાર્કમાં રહેતા જયસુખભાઈ લાખાભાઈ સવસેટા (31) નામના યુવાને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે તેઓના ડમ્પર નંબર જીજે 36 યુ 5803 ની કેબિનમાં કોઈ કારણોસર આગ લાગતા વાહનમાં નુકસાની થયેલ હતી જેની તાલુકા પોલીસે નોંધ કરીને  આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.

માર માર્યો

મૂળ રાજસ્થાનના રહેવાસી કલ્પાનસિંગ ખીમસિંગ (34) નામના યુવાનને લીલાપર ચોકડી પાસે આવેલ સ્પાનીયા સીરામીક નામના કારખાનામા સિક્યુરિટી ગાર્ડ સાથે ઝઘડો થતા માથા અને હાથમાં ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે






Latest News