મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે ​​​​​​​મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બોગસ ખેડુત ખાતેદારે ખરીદ કરેલ જમીન શ્રી સરકાર કરવા કલેકટરે કર્યો આદેશ, બિનખેડુત જાહેર કરીને ફટકાર્યો 9.71 લાખનો દંડ


SHARE













મોરબી જીલ્લામાં બોગસ ખેડુત ખાતેદારે ખરીદ કરેલ જમીન શ્રી સરકાર કરવા કલેકટરે કર્યો આદેશ, બિનખેડુત જાહેર કરીને ફટકાર્યો 9.71 લાખનો દંડ

મોરબી જિલ્લામાં બોગસ વારસાઈ આંબા આધારે બોગસ ખેડૂત ખાતેદાર બની ગયા હતા જે અંગેની માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવી હતી અને તેની તપાસ સીઆઇડીની ટિમ દ્વારા કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં તે ગુનામાં ત્રણ આરોપીને પકડવામાં આવેલ છે તેવામાં કલેકટર કે. બી.ઝવેરી સમક્ષ બોગસ ખેડૂત ખાતેદારનો કેસ સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદા હેઠળ ચાલી ગયો હતો જેમાં હળવદ તાલુકાનાં ખોડ ગામે જમીન ખરીદનાર બિન ખેડૂત એક જ પરિવારના ચાર સભ્યોની જમીનને શ્રી સરકાર કરવાનો હુકમ કર્યો છે. તેમજ 9.71 લાખનો દંડ કર્યો છે.

મોરબી જિલ્લા કલેક્ટર કચેરીમાંથી મળતી માહિતી મુજબ હળવદના મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા કલેક્ટરમાં દરખાસ્ત કરવામાં આવી હતી કે, મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા હંસાબેન ઉર્ફે હર્ષાબેન મહેશકુમાર રાવલ વા/ઓ મુકુંદરાય જોષી, અતુલકુમાર મુકુંદરાય જોષી, ભાવિકા મુકુંદરાય જોષી તથા ભાસ્કરભાઈ મુકુંદરાય જોષીએ હળવદ તાલુકાનાં ખોડ ગામે રેવન્યુ સર્વે નં.૨૨૯/ પૈકી ૧ ની હે.૦-૮૦-૯૪ વાળી ખેતી જમીનની ખરીદી કરી હતી અને તેની રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી પણ કરવામાં આવી હતી જો કે, બોગસ વારસાઈ આંબાના આધારે હંસાબેનનું નામ ખેડૂત ખાતેદાર તરીકે મહેશભાઇ રાવલે તેની દીકરી તરીકે રેવન્યુ રેકર્ડમાં ઉમેર્યું હતુ અને ગણતરીના દિવસોમાં પોતાનો વારસાઈ હક્ક જતો કરીને ખેડૂત ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર મેળવ્યું હતું જેના આધારે તેને હળવદ તાલુકાનાં ખોડ ગામે ખેતીની જમીનની ખરીદી કરી હતી અને તેના ત્રણ સંતાનોને વારસદાર તરીકે રેવન્યુ રેકર્ડમાં તેના નામ ઉમેર્યા હતા

જો કે, આ બાબતે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરવડ ગામના હાલના તલાટી મંત્રી દ્વારા મહેશભાઇ રાવલ તેમજ બોગસ સોગદનામાં અને વારસાઈ આંબા આધારે ખેડૂત બનેલ સહિતનાઓની સામે ફરિયાદ નોંધાવેલ છે અને તેની તપાસ હાલમાં સીઆઇડી ક્રાઇમ રાજકોટના પીઆઇ કરી રહ્યા છે. તેવામાં સામેવાળા હંસાબેન દ્વારા બિનખેડુત દરજજે ખેતીની જમીનની ખરીદ કરવામાં આવી હતી અને તેમના વારસદાર તરીકે સામાવાળા અતુલકુમાર મુકુંદરાય જોષી, ભાવિકા મુકુંદરાય જોષી તથા ભાસ્કરભાઈ મુકુંદરાય જોષીના નામા રેવન્યુ રેકર્ડમાં ઉમેવારમાં આવ્યા હતા જેને બિનખેડુત જાહેર કરવાનું કલેકટરે તેના હુકમમાં ઠરાવ્યું છે. અને સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ-1949 ની કલમ- 54 નો ભંગ કરી વેચાણ વ્યવહાર સદરહુ સર્વે નં. 229/ પૈકી 1 વાળી જમીનમાં સામાવાળાઓ બિનખેડૂત દરજજે કર્યો હતો અને જમીન ઘારણ કરી હતી.

જે વેચાણ વ્યવહાર સૌરાષ્ટ ઘરખેડ વટહુકમ-1949 ની કલમ- 75 (એ) (1) થી મળેલ અધિકારની રૂએ કલેકટર દ્વારા ગેરકાયદેસર ઠરાવવામાં આવેલ છે અને તે અંગેની હકકપત્રકે દાખલ થયેલ નોંધ નં. 918 તથા 927 અયોગ્ય ઠરાવવામાં આવે છે અને અધિનિયમ પ્રમાણેના વટહુકમની કલમ-75 (એ)(2) મુજબ સર્વે નં. 229/પૈકી 1 વાળી જમીન કે જે બિનપિયત પ્રકારની આવેલ હોવાથી સદરહુ બિનપિયત જમીનના પ્રવર્તમાન જંત્રીના પ્રતિ ચો.મી. રૂા.20 /- પ્રમાણે હાલની સરકારની પ્રવર્તમાન સૂચના મુજબ તા.15/4/23 થી બમણી જંત્રી ગણતરીમાં લેતાં તે મુજબની રકમ રૂા. 40/-પ્રમાણે હાલની જમીન હૈ.0-80-94 (એટલે કે ચો.મી. 8094.00) ની કુલ રકમ રૂ|.3,23,760/- ની થાય છે, તે મુજબની સદરહુ અધિનિયમની જોગવાઇ અનુસાર ત્રણ ગણી રકમ રૂા.9,71,280 દંડ કરવાનો હુકમ કર્યો છે.

તેમજ અધિનિયમના વટહુકમની કલમ-75 (ગ) અનુસાર સવાલવાળી જમીનમાંથી હાલના સામાવાળાઓને સંક્ષિપ્ત રીતે દુર કરીને સવાલવાળી જમીન બોજા રહિત રાજયસાત (શ્રી સરકાર દાખલ) કરવાનો કલેકટરે હુકમ કર્યો છે. અને હળવદના મામલતદારને 30 દિવસમાં હુકમની અમલવારી કરીને તેનો અહેવાલ રજુ કરવા માટેનો આદેશ કર્યો છે. અને સામાવાળાઓ તરફથી આ જીલ્લામાં અન્ય કોઇ જગ્યાએ ખેતીની જમીન વેચાણ રૂએ ખરીદ કરેલ હોય તો તે અંગેની ધોરણસરની દરખાસ્ત સાધનિક કાગળો સહ મોકલી આપવા માટે અધિકારીને સૂચના આપેલ છે.




Latest News