મોરબી શહેરમાં મહિલા-યુવતી તેમજ તાલુકામાં યુવાને પોતાના ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
SHARE
મોરબી શહેરમાં મહિલા-યુવતી તેમજ તાલુકામાં યુવાને પોતાના ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
મોરબીની નીલકંઠ સોસાયટી મહિલાએ તથા પંચવટી સોસાયટીમાં યુવતીએ તેમજ મોરબી તાલુકાના અમરાપર ગામે યુવાને પોતે પોતાની જાતે પોતાના જ ઘરની અંદર ગળાફાંસા ખાઈ લીધા હતા જેથી તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા ટીલાબા અનિરુદ્ધસિંહ જાડેજા (48) નામના મહિલાએ ગઈકાલે પોતે પોતાના ઘરની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે
મોરબીમાં કન્યા છાત્રાલય પાછળ આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા આશિષભાઈ શુકલની દીકરી રિદ્ધિબેન શુકલ (21)એ ગઈકાલે કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના અમરાપર ગામે રહેતા દીપકભાઈ નવઘણભાઈ રૂદાતલા (30) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે રૂમમાં લગાવેલ પંખા સાથે દોરડું બાંધીને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતક યુવાનના ભાઈ રવિભાઈ નવઘણભાઈ રૂદાતલા (28) રહે. અમરાપર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આધેડ સારવારમાં
મોરબીમાં જોન્સનગરમાં રહેતા અલ્તાફભાઈ દાઉદભાઈ કોરડીયા (51) નામના આધેડ વીસીપરામાં આવેલ પવિત્ર કુવા પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી હતી.