મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે નજીવી વાતમાં છરી-તલવાર વડે સામસામે મારામારી: બંને પક્ષેથી નોંધાઈ ફરિયાદ


SHARE































મોરબીના રફાળેશ્વર ગામે નજીવી વાતમાં છરી-તલવાર વડે સામસામે મારામારી: બંને પક્ષેથી નોંધાઈ ફરિયાદ

મોરબીના રફાળેશ્વર ગામે ચોકડી પાસે નજીકની વાતમાં બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારબાદ બંનેપક્ષેથી મારામારી કરવામાં આવી હતી ત્યારે છરી અને તલવાર ઇજા પામેલા લોકોને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંનેપક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના રફાળેશ્વર ગામે મહાદેવ મંદિરની બાજુમાં રહેતા લીલાભાઈ ખેંગારભાઈ ગમારા (58)એ હાલમાં મુકેશભાઈ પ્રભુભાઈ ખાંભળીયા, વિકાસભાઈ પ્રભુભાઈ બાવળીયા અને વિશાલભાઈ મુકેશભાઈ ખાંભળીયા રહે. ત્રણેય રફાળેશ્વર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીએ મુકેશભાઈ ખાંભળીયાને સાઈડમાં જવા માટે થઈને કહ્યું હતું જે તેને સારું નથી લાગતા ઉસકેરાઈ જઈને ધોકા વડે ફરીયાદીને મુઢમાર માર્યો હતો તથા સાહેદ રાજુભાઈને પાઇપ વડે મારમારીને ઈજા કરી હતી અને ત્યાર બાદ રાજુભાઈને વિકાસભાઈએ છરી વડે ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જ્યારે સામાપક્ષેથી મૂળ રફાળેશ્વરના રહેવાસી અને હાલ મોરબીના વાવડી રોડ ઉપર મારુતિ પાર્કમાં રહેતા મુકેશભાઈ પ્રભુભાઈ ખાંભળીયા (45) એ લીલાભાઈ ખેંગારભાઈ ગમારા, મગનબાપા શાકભાજી વાળાના થડાવાળા, રાજુભાઈ હીરાભાઈ ગમારા અને બાબુભાઈ હીરાભાઈ ગમારા રહે બધા રફાળેશ્વર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદીને લીલાભાઈ સાથે ધંધા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે ત્રણેય આરોપીઓ દ્વારા ફરિયાદીને મારમારીને સાહેદ વિકાસને જમણા સાથળના ભાગે તલવાર વડે ઇજા કરવામાં આવી હતી તથા સાહેદ વિશાલને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News