મોરબીના રફાળેશ્વર ગામે નજીવી વાતમાં છરી-તલવાર વડે સામસામે મારામારી: બંને પક્ષેથી નોંધાઈ ફરિયાદ
હળવદના લીલાપર ગામ નજીક ઇકોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ બે યુવાન સારવારમાં
SHARE









હળવદના લીલાપર ગામ નજીક ઇકોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ બે યુવાન સારવારમાં
હળવદના લીલાપર ગામે કેનાલની કટ પાસે ડબલ થવાની બાઈકને ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા બાઈક ઉપર જઈ રહેલા બંને વ્યક્તિઓને ગંભીર ઇજા થઇ હતૂ જેથી તેઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસ્ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે ધાંગધ્રા તાલુકાના પીપળા ગામે રહેતા અનિલભાઈ વસંતભાઈ દેત્રોજા (24) એ ઇકો ગાડી નંબર જીજે 36 એજે 3073 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે હળવદ તાલુકાના લીલાપર ગામે કેનાલની કટ પાસેથી તેઓ બાઈક નંબર જીજે 13 એએલ 1934 માં જઈ રહ્યા હતા દરમિયાન ફરિયાદી સાથે તેના બાઇક ઉપર તેના મોટા બાપુનો દીકરો સંજય પણ બેઠેલ હતો અને આ ડબલ સવારી બાઇકને ઇકો ગાડીને ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ફરિયાદીને જમણા હાથે અને પગે ફેક્ચર જેવી ઈજા તથા માથામાં હેમરાજ જેવી ઈજા હતી અને તેના મોટા બાપુ ના દીકરા સંજયભાઇને દાઢી એ ગંભીર ઇજા થઇ હોવાથી ટાંકા લેવા પડ્યા હતા અને પગમાં પણ ઈજા થયેલ છે જેથી ઇજાગ્રસ્ત બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
