માળીયા (મી)ના માણાબા ગામે ઘરમાં ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા ગયેલા આધેડનું ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મોત
હળવદના ઇંગોરાળા ગામ નજીક-મોરબીમાં જુગારની બે રેડ: 9 શખ્સ પકડાયા
SHARE









હળવદના ઇંગોરાળા ગામ નજીક-મોરબીમાં જુગારની બે રેડ: 9 શખ્સ પકડાયા
હળવદ તાલુકાના ઇંગોરાળા ગામ નજીક અને મોરબીના કાલિકા પ્લોટમાં જુગારની બે રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 9 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
હળવદ તાલુકાના ઇંગોરાળા ગામથી અમરાપર તરફ જવાના રસ્તા ઉપર વોંકળાના કાંઠે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જીગ્નેશભાઈ દેવજીભાઈ કાવર (46), પ્રવીણભાઈ ઘોઘજીભાઇ કાવર (36), વિનોદભાઈ બચુભાઈ બારણીયા (35), ધનરાજસિંહ ફતેસિંહ ઝાલા (34), લાલજીભાઈ જેરામભાઈ બજાણીયા (55), આસારામભાઈ ઘોઘાભાઈ જોગણીયા (65) રહે. બધા ઇંગોરાળા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 21,300 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે. જયારે મોરબીના કાલિકા પ્લોટ શેરી નંબર 4 માં મધર ટેરેસાના ડેલા પાસે જાહેરમાં જુગાની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સિકંદરભાઈ ગનીભાઈ દલ (39), સલીમભાઈ ઇસ્માઈલભાઈ માજોઠી (55) અને સોયબભાઈ સીદીકભાઇ માજોઠી (36) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 5600 ની રોકડ ખાતે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
આધેડ સારવારમાં
ટંકારા તાલુકાના મીતાણા ખાતે રહેતા જશુ ધોરીયાભાઈ નાયકા (50) નામના આધેડને સાપ કરડી જતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
