મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ: એ ડિવિઝનમાં ગુનો નોંધાયો ટંકારાના સજનપર ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રજૂ કર્યો અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ, વાલીઓએ સહિતના ગ્રામજનો મંત્રમુગ્ધ મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત મોરબી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ: શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં ૭.૦૫ લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીઓને એક વર્ષની સજા-વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા આદેશ


SHARE











મોરબીમાં ૭.૦૫ લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીઓને એક વર્ષની સજા-વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા આદેશ

મોરબીના સ્વેલકો સીરામીક એલ.એલ.પી. ને કાયદેસરના લેણા પેટે કે-માર્ક બીઝસોલ પ્રા.લી.એ આપેલ ૭,૫૦,૫૪૬ ની રકમનો ચેક પરત ફર્યો હતો જે કેસમાં આરોપીઓને એક વર્ષની કેદની સજા અને ફરીયાદીને ચેકની રકમ ૯ ટકા વ્યાજ સહિત વળતર પેટે ચૂકવવાનો મોરબી કોર્ટે આદેશ કર્યો છે.

તાજેતરમાં મોરબી કોર્ટ દ્વારા ચેક રીટર્નના ફોજદારી ફરીયાદમાં મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપેલ છે. કેસની હકીકત જોઈએ તો, ફરીયાદી મોરબીમાં આવેલ સ્વેલ્કો સીરામીક એલ.એલ.પી. ના ભાગીદાર જયદિપભાઈ જમનાદાસભાઈ નિમાવતએ મોરબીમાં આવેલ "કે-માર્ક બીઝસોલ પ્રા. લી. તથા તેના ડાયરેકટર્સ અનુકૂમે ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા અને રોહીત ચતુરભાઈ કાવર સામે સને ૨૦૧૯ માં ટાઈલ્સની ઉધાર ખરીદીની ચુકવણી પેટે આપેલ ચેક રકમ ૭,૫૦,૫૪૬ બેન્ક માંથી રિટર્ન થયો હતો જેથી ફરીયાદીએ આરોપી કંપની "કે-માર્ક બીઝસોલ પ્રા.લી." અને કંપનીના ડાયરેકટર્સ ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા અને રોહિત ચતુરભાઈ કાવર વિરૂધ્ધ મોરબી કોર્ટમાં ફોજદારી કેસ નાં.૫૬૮૮/૨૦૧૯ થી દાખલ કરેલ હતો.

આ કેસ ચાલી જતા, ફરીયાદી ’'સ્વેલ્કો સીરામીક એલ.એલ.પી." વતી રજુ થયેલા પુરાવાઓ અને ફરીયાદીના વકીલ ચિરાગ ડી. કારીઆ દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજુ રાખેલ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના મહે. પ્રિન્સીપાલ સીનીઅર સીવીલ જજ અને એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ એન.એ.ઈજનેર એ આરોપીઓ તે કંપનીના ડાયરેકટર્સ ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા અને રોહીત ચતુરભાઈ કાવરને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ ઉપર ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી નવ ટકાના સાદા વ્યાજ સહીત વળતર પેટે દીન-૩૦ માં ચૂકવી આપવાનો અતિ મહત્વનો અને સીમાચિહન ચુકાદો જાહેર કરેલ છે. આ કેસમાં ફરીયાદી પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી.કારીઆ તથા રવી કે. કારીરોકાયેલ હતા.






Latest News