મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક સફાઈ કામ કરતી મહિલાને કાર ચાલકે હડફેટે લેતા કમરમાં ફ્રેકચર-ગુપ્ત ભાગે ઇજા


SHARE









મોરબી નજીક સફાઈ કામ કરતી મહિલાને કાર ચાલકે હડફેટે લેતા કમરમાં ફ્રેકચર-ગુપ્ત ભાગે ઇજા

મોરબીના સનાળા ગામની રાજપર ચોકડીથી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર સફાઈ કામ કરતા મહિલાને અલ્ટો કારના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને કમરના ભાગે ફેક્ચર તથા ગુપ્ત ભાગે ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેઓએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં જેલ ચોક સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં રહેતા સંગીતાબેન કાનજીભાઈ ઝાલા (38) નામના મહિલાએ કાર નંબર જીજે 36 એફ 9655 ના ચાલક દિલીપભાઈ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ સનાળા ગામની રાજપર ચોકડીથી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર સફાઈ કરતા હતા દરમિયાન આરોપીએ પોતાના હવાલા વાળી અલ્ટો ગાડીને બેફિકરાયથી ચલાવી હતી અને ફરિયાદીને હડફેટે લેતા તેઓને શરીરે છોલછાલ જેવી ઈજા થઈ હતી તેમજ કમરના ભાગે ફ્રેક્ચર અને ગુપ્ત ભાગે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

યુવાનને પત્નીએ મારમાર્યો

મોરબીમાં મહેન્દ્રનગર પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ કરસનભાઈ રાઠોડ (40) નામના યુવાનને તેની પત્નીએ ઈંટ મારી હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

યુવાન સારવારમાં

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતો કૈલાશ બાલુસિંગ રાવત (26) નામનો યુવાન કામ દરમિયાન ઊંચાઈ ઉપરથી નીચે પટકાયો હતો જેથી તેને ઇજા થઇ હતી માટે ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

સાપ કરડી ગયો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ એલવી સિરામિક ખાતે રહેતા નરેશ ગુર્જર (35) નામના યુવાનને સાપ કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News