મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભાજપનું સંગઠ્ઠન મજબુત બનશે,જિલ્લા પ્રભારીએ શુભેચ્છા મુલાકાત


SHARE









વાંકાનેરમાં ભાજપનું સંગઠ્ઠન મજબુત બનશે,જિલ્લા પ્રભારીએ શુભેચ્છા મુલાકાત

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના કાર્યાલય ખાતે મોરબી જિલ્લા ભાજપના નવનિયુકત સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેના શુભેચ્છા મુલાકાતે આવેલ હતા. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

 આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સાથે વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ડીમ્પલબેન સોલંકી, નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, મોરબી જીલ્લા પંચાયત સભ્ય જાહીર અબાસ શેરસીયા, વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, પુર્વ મંત્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, જીલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસીયા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ચેતનભાઈ ગોસ્વામી, નગરપાલિકા સદસ્ય તથા પૂર્વ પ્રમુખ રમેશભાઈ વોરા, તાલુકા પંચાયત સદસ્ય અજયભાઈ વિંજવાડીયા, જીલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અશ્વિનભાઈ મેઘાણી, જીલ્લા ભાજપ કોષાધ્યક્ષ પ્રભુભાઈ વિંઝવાડીયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપના વિવિધ મોરચાના પૂર્વ હોદેદારો, સહકારી ક્ષેત્રના આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત વાંકાનેર નગરપાલિકા કાઉન્સીલરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગેવાનો અને કાર્યકર્તાઓએ જીલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેનાનું સ્વાગત કરી સંગઠનને વધુ મજબુત બનાવવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે સંગઠનાત્મક મુદાઓ તેમજ આવનારા સમયમાં પાર્ટીની પ્રવૃતિઓને વધુ સશકત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરી જોવા મળી હતી.

 




Latest News