શંકાસ્પદ રીતે ખાતરની હેરાફેરી: મોરબીમાં યુરિયા 100 થેલી ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો મોરબીના પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો હળવદ તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન સહિત 34 લોકો સાથે વિઝા-એર ટિકિટના નામે 14.89 લાખની છેતરપિંડી મોરબીમાં વિદેશી દારૂની જુદીજુદી 5 રેડમાં મોંઘીદાટ દારૂની બોટલ સહિત લાખોનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 4 શખ્સ પકડાયા, એકની શોધખોળ મોરબી હળવદ રોડ ઉપર કારમાં દારૂની મહેફિલ કરતાં આપના બે આગેવાન દારૂની બેટલો સાથે પકડાયા મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર લોખંડની ખીલી વાળા ધોકાથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ આરોપી અજય લોરિયાની જામીન અરજી નામંજૂર
Breaking news
Morbi Today

સ્ટાફની સતર્કતા: મોરબીની સબજેલમાં બહારથી ઘા કરવામાં આવેલ પોટલાને ચેક કરતાં મોબાઈલ નીકળ્યો !


SHARE













સ્ટાફની સતર્કતા: મોરબીની સબજેલમાં બહારથી ઘા કરવામાં આવેલ પોટલાને ચેક કરતાં મોબાઈલ નીકળ્યો !

મોરબીની સબજેલમાં મોબાઈલ ઘુસાડવા માટેનો પ્રયત્ન થયો હતો જો કે, જેલના સ્ટાફની સતર્કતાના કારણે આ પ્રયત્નો નિષ્ફળ થયો છે અને મોબાઈલને કબ્જે કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

મોરબીની સબ જેલમાં પોણા મહિના પહેલા અમદાવાદથી જડતી સ્કવોર્ડના જેલર સહિતની ટિમ આવી હતી અને મોરબી સબ જેલની જડતી લેવામાં આવી હતી ત્યારે બેરેક નં. 3 અને 4 ની વચ્ચે જનરલ સંડાસ બાથરૂમમાં બેરેક નં. 4 બાજુથી 6 નંબરના બાથરૂમમાં પાણી જવાના બકોરામાં કાળા કલરનું ઝભલામાંથી બે કિપેડ વાળા સીમકાર્ડ વગરના મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કેદી અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધવામાં આવેલ હતો. અને આ બનાવની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.એમ. કરકર કરી રહ્યા છે જો કે, આ બે મોબાઈલ કોના હતા ? કોના દ્વારા તેનો ઉપયોગ થતો હતો ? કયા કયા નંબરો ઉપર કોના દ્વારા ફોન કરવામાં આવ્યા છે ? આ સહિતની વિગતો હજુ બહાર આવી નથી ત્યાં વધુ એક વખત જેલમાં મોબાઈલ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.

હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે મોરબીની સબ જેલની બહારના ભાગેથી એક પોટલાનો જેલની અંદર ઘા કરવામાં આવ્યો હતો ? જોકે જેલ સ્ટાફની સતર્કતાના કારણે તે પોટલું સગેવગે કરવામાં આવે તે પહેલા જ તેને જેલના સ્ટાફ દ્વારા કબજે કરી લેવામાં આવ્યું હતું અને પોટલાના ચેક કરવામાં આવતા તેમાંથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે એટલે કે પોટલાની આડમાં મોબાઈલ ફોન મોરબીની સબજેલની અંદર ઘુસાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ જેલ સ્ટાફના સતર્કતાના કારણે આ પ્રયત્નને નિષ્ફળ કરવામાં આવ્યો છે અને આ બનાવ સંદર્ભે જે પોટલાં સાથે જેલમાં નાખવામાં આવેલ હતો તેના ઇએમઆઈ નંબર આધારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેવું ચર્ચાઇ રહ્યું છે






Latest News