માળીયા(મિં.)ના મોટી બરાર પાસે ટ્રકમાં કાર અથડાવી જીવલેણ અકસ્માત સર્જનાર સામે નોંધાયો ગુનો
ટંકારના હડમતીયા ગામના સરપંચ બન્યા સોનલબેન પંકજભાઈ રાણસરીયા
SHARE









ટંકારના હડમતીયા ગામના સરપંચ બન્યા સોનલબેન પંકજભાઈ રાણસરીયા
મોરબી જીલ્લામાં વધુમાં વધુ ગ્રામ પંચાયતો ચુંટણીમાં સમરસ થાય તે માટે જુદાજુદા ગામના આગેવાનો, વડીલો અને યુવાનો દ્વારા કમર કસવામાં આવી હતી જેના ભાગરૂપ હાલમાં કુલ મળીને ૭૧ ગ્રામ પંચાયતો જીલ્લામાં સમરસ થયેલ છે અને તેમાં ટંકારા તાલુકાના હડમતિયા ગામની પંચાયતનો પણ સમાવેશ થાય છે ટંકારાના હડમતીયા ગામે "નહીં વાદ, નહીં વિવાદ" ના સૂત્રને સાર્થક કરતાં આ ગ્રામ પંચાયતન સમરસ કરવામાં આવી છે અને ગામના સરપંચ તરીકેની જવ્બ્દરી શ્રીમતી સોનલબેન પંકજભાઈ રાણસરીયાને સોપવામાં આવી છે અને આ બોડીમાં ઉપસરપંચ તરીકે શ્રીમતી ચંદ્રિકાબેન હસમુખભાઈ ખાખરીયાને લેવામાં આવેલ છે ત્યારે આ બંને પ્રતિનીધીને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે અને આવનાર સમયમાં ગામ લોકોની જરુરીયાત પ્રમાણેના લોકઉપયોગી કાર્ય કરી હડમતીયા ગામને આદર્શ ગામ બનાવવાનો સરપંચે કોલ આપેલ છે
