મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા(મિં.)ના મોટી બરાર પાસે ટ્રકમાં કાર અથડાવી જીવલેણ અકસ્માત સર્જનાર સામે નોંધાયો ગુનો


SHARE









માળીયા(મિં.)ના મોટી બરાર પાસે ટ્રકમાં કાર અથડાવી જીવલેણ અકસ્માત સર્જનાર સામે નોંધાયો ગુનો

મોરબી જિલ્લાના માળીયા(મિં.) તાલુકાના મોટી બરાર અને સરવડ વચ્ચે થોડા દિવસો પહેલા અલ્ટો કારના ચાલકે તેની કાર ટ્રકની પાછળ અથડાવી હતી જેથી કરીને ગોઝારો વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોટી બરાર ગામના યુવાનનું મોત નિપજ્યું હતું અને કાર ચાલકને ઇજાઓ થયેલ હોવાથી તેને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો અને હાલમાં પોલીસે આ બનાવમાં ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

માળીયા મિંયાણાના સરવડ અને મોટી બરાર ગામની ગત તા.૨-૧૨ ના રાત્રીનાં દશેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માત થયો હતો જેમાં આગળ પડેલ ટ્રકમાં પાછળથી કાર  ચાલકે અલ્ટો ગાડી નં. જી.જે. ૧૨ ઇઇ ૪૧૮૬ને અથડાવી હતી જેથી કરીને મોટી બરારના રહેવાસી ભરતભાઇ ભાનુભાઈ ડાંગર (ઉંમર ૩૩) ને શરીરે ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને તેની સાથે કારમાં બેઠક કાર ચાલક મોરબીના સામાકાંઠે આવેલા વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા નિકુંજભાઇ દેવદાનભાઈ ડાંગર (ઉંમર ૩૨) ને ઇજાઓ થતાં તેને ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને આ બનાવમાં હાલમાં માળીયા મીંયાણા પોલીસ સ્ટેશને મૃતક યુવાનના ભાઈ અનીલભાઇ ભાનુભાઇ ડાંગરે કારના ચાલક નિકુંજભાઇ દેવદાનભાઈ ડાંગર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે




Latest News