ટંકારાના નાના ખીજડીયા-ઘુનડા રોડે ડબલ સવારી બાઇક ઇકો ગાડીમાં અથડાતાં બે વ્યક્તિના મોત
અહીં આવવું નહીં, નહીં તો જીવતો પાછો નહીં જા: વાંકાનેરના વીડી ભોજપરા ગામની સીમમાં આધેડને ધમકી
SHARE









અહીં આવવું નહીં, નહીં તો જીવતો પાછો નહીં જા: વાંકાનેરના વીડી ભોજપરા ગામની સીમમાં આધેડને ધમકી
વાંકાનેરના વીડી ભોજપરા ગામની સીમમાં વાડીના શેઢે લગાવવામાં આવેલ ઝાટકા તારમાં શોટ લાગવાથી ગાયનું મોત નીપજયું હતું ત્યાં જોવા માટે ગયેલા આધેડને “અહીં આવવું નહીં, નહીં તો જીવતો પાછો નહીં જા” તેવું કહી જીવતો દાટી દેવાની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં ગાયત્રી મંદિરની બાજુમાં રહેતા અને ઘાસચારાનો વેપાર કરતા જગાભાઈ ધારાભાઈ કાંટોળીયા (50) નામના આધેડે અજાણ્યા બાઇક ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર નજીક વિડી ભોજપરા ગામની સીમમાં એકલધારની સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં ફરિયાદીના ભત્રીજા કાળુભાઈ દાનાભાઈ ગમારાની ગાય વાડીના શેઢે લગાવવામાં આવેલ ઝાટકા તારમાં શોર્ટ લાગવાના કારણે મૃત્યુ પામી હતી જે જગ્યાને જોવા માટે ફરિયાદી ગયેલ હતા ત્યારે બાઇક લઈને આવેલ શખ્સે ફરિયાદીને “અહીં આવવું નહીં, નહીં તો જીવતો પાછો નહીં જા” તેમ કહી જીવતા દાટી દેવાની ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
