અહીં આવવું નહીં, નહીં તો જીવતો પાછો નહીં જા: વાંકાનેરના વીડી ભોજપરા ગામની સીમમાં આધેડને ધમકી
વાંકાનેરના ઠિકરીયાળા ગામે વાડીએ-રાતાવીરડા નજીક કારખાનામાં ઝેરી દવા પીને એક-એક યુવાનનો આપઘાત
SHARE









વાંકાનેરના ઠિકરીયાળા ગામે વાડીએ-રાતાવીરડા નજીક કારખાનામાં ઝેરી દવા પીને એક-એક યુવાનનો આપઘાત
વાંકાનેરના ઠિકરીયાળા ગામની સીમમાં આવેલ વાડીએ યુવાન પોતે પોતાની જાતે ઝેરી દવા પી ગયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જ્યારે વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં યુવાન ઝેરી દવા કે એસિડ પી જતા તેનું મોત નીપજયું હતું જે બંને બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા ગામે રહેતા મનવીરભાઈ બાબુભાઈ ધોરીયા (28) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની વાડીએ હતો ત્યારે પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. આવી જ રીતે હળવદના ડુંગરપુર ગામે રહેતા વિજયભાઈ કરમશીભાઈ જખવાડિયા (27) નામનો યુવાન રાતાવીરડા ગામની સીમમાં આવેલ અવલ્ટા સીરામીકમાં કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા અથવા તો એસિડ પી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.
